‘નમસ્તે ટ્રમ્પ’ ખારીકટ કેનાલ મુદ્દે ઓઢવમાં લાગ્યા વિરોધના પોસ્ટરો

365

અમદાવાદ,તા.૨૩
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઇને શહેરમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તંત્ર અમદાવાદને વિકાસનું મોર્ડલ બનાવીને ટ્રમ્પને ખોટા દેખાડાઓ કરવાની તૈયારીઓ કરી રહી છે. શહેરનાં તુટેલા રસ્તાઓ તાત્કાલિક ૧૦૦ કરોડોનાં ખર્ચે નવા બનાવવામાં આવ્યાં છે. શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. તેમજ ટ્રમ્પને સારુ દેખાડવા માટે કરોડો રુપિયાનો ધુમાડો કરી નાંખ્યો છે. જેને લઇને અમદાવાદને રાતોરાત વિકાસનું મોડલ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
જેથી અમદાવાદનાં પૂર્વમાં ઓઢવમાં આવેલી ખારીકટ કેનાલ વર્ષોથી ગંદી અને પ્રદુષિત છે. જેને લઇને લાખો લોકો ગંભીર બિમારીનો પણ ભોગ બન્યા છે. જેને લઇને ઓઢવમાં કોંગ્રેસનાં પ્રવકતા કપિલ દેસાઇએ બેનરો લગાવ્યા છે. બેનરોમાં લખ્યુ છે કે, ડેનાલ્ડ ટ્રમ્પ સાહેબનું હાર્દિક સ્વાગત સાથે ખાસ વિનંતી કરીએ છીએ. એકવાર અમારી ખારીકટ કેનાલની મુલાકાત જરુર લેજો. ખારીકટ કેનાલમાં પ્રદષણ ફેલાવતા કેમીકલ છોડવામાં આવે છે. અને ગંદકી ફેલાવવામાં આવે છે. તેના લીધે આસપાસ રહેતા લાખો લોકો ગંભીર બિમારીનો ભોગ બને છે. જો આપ અહીં પધારશો તો સરકાર અમારી ખારીકટ કેનાલને તાત્કાલિક ધારણે આપના માટે સ્વચ્છ કરી નાખશે.
કોંગ્રેસના પ્રવકતા કપિલ દેસાઇએ બેનરો લગાવીને જણાવ્યુ કે સરકાર ટ્રમ્પ માટે રસ્તાઓ બનાવીને નવીનીકરણ કરે છે. તો અમારા વિસ્તારમાં ટ્રમ્પ મુલાકાત લે તો ખારીકટ કેનાલ તાત્કાલિક સ્વચ્છ કરાવવામાં આવે.

Share Now