મંદિરની બહાર કેળાનું દાન કરતી એકતા કપૂર સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

359

મુંબઈ,તા.૨૫
દિગ્ગજ ફિલ્મમેકર એકતા કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એકતા કપૂર મંદિરની બહાર ભીખારીઓને કેળાનું દાન કરતી જોવા મળી રહી છે. જો કે જે વસ્તુ માટે એકતા ટ્રોલ થઈ છે તે કેળાનું દાન નહીં પણ દાન કરવાની રીતના કારણે કેટલાક લોકોની નજરે ચડી છે.
એકતા ગરીબ લોકોને દાન કરતી વખતે ભૂલથી પણ એ લોકો તેને અડી ન જાય એ વાતનું ધ્યાન રાખતી જોવા મળે છે. કેળા બાંટતી વખતે એકતા અદ્ધરથી કેળાનો ઘા કરતી દેખાઇ રહી છે. આવું કરવા જતા કેટલાક કેળા તેના હાથમાંથી પડી પણ જાય છે.જાણેકે આ લોકો કોઈ અસ્પૃશ્ય હોય એ રીતે એકતા તેમની સાથે વર્તન કરતી દેખાઇ રહી છે.
એક યૂઝરે એકતાને ટ્રોલ કરતા કહ્યું કે કેળાનું દાન કરે છે કે ફેંકી રહી છે? ભીખારીનો હાથ અડી જશે તો આસમાન નીચે નહી આવી જાય. એક યૂઝરે ગુસ્સામાં કહ્યું કે કોઈ કુતરાને બિસ્કીટ ફેંકે કોઈ સેન્સ છે કે નહી? માણસો સાથે જાનવરો જેવા વ્યવહાર કેમ કરે છે?
એક યૂઝરે લખ્યું કે તે કેળા કેમ ફેંકી રહી છે? દયા ભાવના વગર દાન કરવાનો શું મતલબ છે? એક યૂઝરે લખ્યું કે પૈસાથી મોટી મનથી નાની એકતા જ આવું કરી શકે. આ વીડિયો પર લોકોએ એકતા પર જોરદાર દલીલો કરી છે. એકતા બાલાજી ટેલીફિલ્મ્સની માલકીન છે અને ઢગલો ફિલ્મો ટીવી શો તેમજ વેબ સીરીઝ પ્રોડયુસ કરી ચુકી છે.

Share Now