ગાંધીનગર એલસીબીએ અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો :લીંબડીયા ગામની સીમમાંથી ઝડપાયું ગોડાઉન

400

ચોખાના ૧૫૫ કટ્ટા,ચણાની દાળના ૨૩ કટ્ટા, ઘઉંના ૮૬૯ કટ્ટા અને ખાંડના ૫ કટ્ટા મળ્યા :ગોડાઉન સીલ કરાયું : બે આરોપીની ધરપકડ

મદાવાદ : ગુજરાતમાં ગરીબો અને મધ્યમ વર્ગને આપવામાં આવતા અનાજને સગેવગે કરવાનો મામલો સામે આવ્યો છે.લીંબડીયા ગામની સીમમાંથી ગોડાઉન ઝડપી પાડી ગાંધીનગર એલસીબીએ અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.ગાંધીનગર જિલ્લાના લીંબડીયા ગામની સીમમાંથી ગાંધીનગર એલસીબીએ ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યું છે.ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ઘઉં, ચોખા, ખાંડ અને ચણાની દાળનો જથ્થો મળી આવ્યો છે. આ ગોડાઉનમાંથી મળી આવેલા ખાલી કોથળાઓ ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ, ભારતીય ખાદ્ય નિગમના માર્કાવાળું અને મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળ લખાયેલું છે. તો ચણાની દાળના કટ્ટા ઉપર લીગસી કોમોડીટીઝ પ્રાઈવેટ લીમીટેડ રાજકોટનો માર્કો જોવા મળ્યો. ગાંધીનગર એલસીબીએ હાલ આ ગોડાઉન સીલ કરી બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share Now