ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ દ્વારા મોટી જાહેરાત, જાણો કંઈ દવા કોરોના દર્દીઓ પર કારગત

344

કોરોના વાઇરસના દર્દીઓ માટે સારા સમાચાર એ છે કે, સહેલાઈથી ઉપલબ્ધ થતી એક દવા આ રોગ પર અસરકારક રીતે રિસ્પોન્સ આપી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિચર્સ દ્વારા જાહેરાત કરાઈ છે કે, કોરોના વાઇરસના હાઇરિક્સ દર્દીની સારવાર માટે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન (HYDROXY CHLOROQUINE) મેડિસિન કારગત છે.

કોરોના વાઇરસ પર અસરકારક દવાઓ અંગે આખી દુનિયાના તજજ્ઞાો મહેનત કરી રહયાં છે. હજુ સુધી કોરોનાની રસી શોધાઈ નથી. આ સંજોગોમાં દુનિયાભરમાં કોરોનાના દર્દીઓના ટપોટપ મોત થઈ રહયાં છે. ત્યારે ડોક્ટર્સ કોરોનો દર્દીઓ પર જાતજાતની દવાઓના પ્રયોગો કરી રહયાં હતાં. તેમાં આખરે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન (HYDROXY CHLOROQUINE)ન મેડિસિન કોરોના વાઇરસના દર્દીઓ પર અસરકારક નીવડી છે, તેવું ICMR દ્વારા પણ જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ દવા અમેરિકાના ડોક્ટર્સ ઓલરેડી વાપરી રહયાં છે અને તેમને સારા પરિણામ પણ મળી રહયાં છે.

જાણકાર તબીબોનો સંપર્ક, કરતાં તેમને માહિતી આપી હતી કે, કોરના પોઝિટિવ દર્દીઓ માટે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન (HYDROXY CHLOROQUINE) દવાનો ૪૦૦ દ્બખ્તનો ડોઝ પહેલા દિવસે સવાર-સાંજ અપાઈ રહયો છે. ત્યારબાદના પાંચ દિવસ માટે ૨૦૦ દ્બખ્ત દવાનો ડોઝ સવાર-સાંજ પાંચ દિવસ માટે અપાય છે. જે લોકો હાઇરિક્સ ઝોનમાં ફરી રહયાં છે અને જે લોકો કોરોના વાઇરસ દર્દીઓના સંપર્કમાં આવવાની સંભાવના છે તે લોકો પ્રિવેન્શન માટે ૪૦૦ દ્બખ્ત દવાનો ડોઝ સવાર-સાંજ પહેલા દિવસ માટે અને ત્યારબાદ ૪૦૦ દ્બખ્ત દવાનો ડોઝ અઠવાડિયે એકવાર સાત અઠવાડિયા માટે લેવો જરૂરી છે. આ દવાને કારણે એસિડિટિ થવાની શક્યતા હોવાથી સવારે નાસ્તો કરી અને સાંજ જમ્યા બાદ દવા લેવી હિતાવહ છે. હાઇડ્રોક્સી ક્લોરોક્વિનએ સામાન્ય રીતે બધે ઉપલબ્ધ હોય તેવી સસ્તી દવા છે. ડોક્ટરો અત્યારે આ દવાનો ઉપયોગ સંધિવા (આર્થરાઇટીસ)ના દર્દીઓ માટે કરી રહયાં છે. જોકે હવે સરકાર આ દવા પ્રીસ્ક્રિપ્શન વગર નહીં આપવાની પણ જાહેરાત કરી છે. ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા લેવી નહીં તેમ તજજ્ઞાો દ્વારા જણવાયું છે.

Share Now