સુરત: કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નવી સિવિલમાં તમામ ઓપીડીઓ બંધ, ઈમરજન્સી સારવાર મળશે

363

સુરત, તા. 24 માર્ચ 2020, મંગળવાર

સુરત શહેરમાં કોરોના વાઈયસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજથી તમામ વિભાગની ઓ.પી.ડી બંધ કરવામાં આવી છે જોકે અત્યંત ઈમરજન્સી હોય તો સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે. હાલની કોરોના વાયરસની પરિસ્થિતીને ધ્યાને લેતા સહુની સુખાકારી અને સલામતી માટે આજથી નવી સિવિલ હોસ્પિટલમાં તમામ વિભાગોની ઓપીડી બંધ કરવામાં આવી છે.

જો કે જે દર્દીની હાલત અત્યંત ગંભીર હાલતના દર્દીને સારવાર જરૂર હોય એવા દર્દીઓને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર વિભાગમા સારવાર આપવામાં આવશે જો કે ટ્રોમા સેન્ટરમાં મેડિસિન ઓર્થોપેડિક ટીબી ચેસ્ટ સર્જરી અને ગાયનેક વિભાગ ડોક્ટરો હાજર રહેશે અને તે ઇમર્જન્સીમાં આવતા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે.

જોકે સિવિલના અધિકારીએ જણાવ્યું હતું કે કલેકટર સાથે સંકલન સાધીને ઓ.પી.ડી બંધ કરવામાં આવી છે જોકે આગામી દિવસોમાં આદેશ નહીં આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. જ્યારે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે તમામ ઓપીડી ચાલુ રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મહત્વની વાત એ છે કે આપણું રક્ષણ સૌની જવાબદારી છે ભીડ માં જવાનું ટાળવું ખૂબ જરૂરી છે દર્દી સાથે હોસ્પિટલ કે દવાખાને એકથી વધુ સગાએ જવું નહીં, હોસ્પિટલમાં રૂબરૂ ખબર કાઢવા જવાનું બંધ રાખો,હોસ્પિટલમાં દર્દી સાથે રહો ત્યારે તમારી પણ સંભાળ રાખો,તમારી તબિયત અંગેની તકલીફ તત્કાલ સારવારની જરૂરિયાતવાળી ના હોય તો હોસ્પિટલ આ જવું નહીં જો અત્યંત ઈમરજન્સી હોય તો હોસ્પિટલ સેવાનો લેવી જોઈએ. એવું નવી સિવિલના ડોક્ટરે કહ્યું હતું.

Share Now