રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા લોકોની દયનીય હાલત

347

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે. આ ધામથી 7 કિલોમીટર દુર રાજસ્થાન સરહદ આવેલી છે. રાજસ્થાન પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસથી રાજસ્થાન સરહદ સીલ કરવામાં આવતા અને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ હોઈ આ લોકો ચાલતા ચાલતા પોતાના વતન તરફ જઈ રહ્યા છે.

અમુક લોકો તો 200 કિલોમીટર દૂરથી ચાલીને રાજસ્થાન બોર્ડરથી ગુજરાત રાજ્યની સરહદમાં પ્રવેશે છે, આ લોકોએ જણાવ્યું હતુ કે, રસ્તામાં અમને ક્યાંય પણ જમવાનું મળતું નથી અને સંપૂર્ણ દેશ બંધ હોઇ આ લોકો જીવના જોખમે પોતાના વતન તરફ ચાલતા ચાલતા દોટ લગાવી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, છાપરી રાજસ્થાન બોર્ડરથી આજે સવારે અને બપોરે દૂરદૂરથી પોતાના વતન તરફ જઈ રહેલા લોકો જોવા મળ્યા હતા. વાહન વ્યવહાર અત્યારે સમગ્ર દેશમાં બંધ છે ત્યારે આ લોકો રાજસ્થાનથી પોતાના પરિવાર સાથે ચાલતા ચાલતા ત્રણ ચાર દિવસ બાદ ગુજરાતમાં પ્રવેશતા જોવા મળ્યા હતા.

આ લોકોએ જણાવ્યું હતું કે અમને રસ્તામાં ક્યાંય પણ જમવાનું મળ્યું નથી અને અમે હાલમાં દૂરદૂરથી ચાલીને થાકી ગયા છીએ. સરકાર અમારી વાત માની તમને તાત્કાલિક ધોરણે અમારા વતન મૂકી આવે તેવી વિનંતી કરીએ છીએ.

Share Now