ચીનના વૈજ્ઞાનિકે કોરોનાને લઇ કર્યો મોટો દાવો…તો ચાર સપ્તાહમાં ગાયબ થઇ જશે વિશ્વભરનો કોરોના

281

ચીનના સૌથી મોટા કોરોના વાયરસ એક્સપર્ટે દાવો કર્યો છે કે આવતા ચાર સપ્તાહમાં આખી દુનિયા બદલાઇ જશે. મતલબ કે પહેલાં જેવી થઇ જશે. કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો આવશે. સાથો સાથ એમ પણ ભવિષ્યવાણી કરી છે કે ચીનમાં હવે કોરોના વાયરસનો બીજો હુમલો થશે નહીં. આ ભવિષ્યવાણી ડૉ.ઝોન્ગ નેનશેન એ કરી. ડૉ.ઝોન્ગ કોરોના વાયરસને લઇ ચીનની સરકાર દ્વારા તૈનાત મુખ્ય ટીમના પ્રમુખ પણ છે.

83 વર્ષના ડૉ.ઝૉન્ગે કહ્યું કે ચીનમાં કોરોના વાયરસનો બીજો હુમલો થશે નહીં કારણ કે અમે મોનિટરિંગ સિસ્ટમને ખૂબ જ મજબૂત કરી દીધી છે. ડૉ.ઝૉન્ગ શેનઝેને ટીવી સ્ટેશન પર એક ઇન્ટરવ્યુમાં આ વાતો કહી છે.ડૉ.ઝડન્ગ નેનશેને કહ્યું કે કોરોના વાયરસ સામે લડવાની બે જ પદ્ધતિઓ છે. પહેલું કે આપણે સંક્રમણના દરને સૌથી ઓછા સ્તર પર લાવવાનો છે અને બીજું કે તેને વધતો રોકો. જેથી કરીને આપણને વેકસીન બનાવાનો સમય મળશે. આપણે આ બીમારીને ખત્મ કરી દઇશું.

ડૉ.ઝૉન્ગ નેનશેને કહ્યું કે બીજી પદ્ધતિ એ છે કે સંક્રમણમાં મોડું થાય અને પોતાના કેટલાંક દર્દીઓની સંખ્યાને અલગ-અલગ રીતે ઓછી કરો. મોટાભાગના દેશઓ કોરોનાને લઇ કડક પગલાં ભર્યા છે. એવામાં મને આશા છે કે આવતા ચાર સપ્તાહમાં નવા કેસ આવવાના લગભગ બંધ થઇ જશે.ડૉ.ઝૉન્ગે કહ્યું કે દુનિયામાં જે વાતો ફેલાવામાં આવી રહી છે કે ચીનની પાસે હજુ પણ લાખો સાયલન્ટ કોરોના કેરિયર્સ છે. એ ખોટું છે. અમે બધા એ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી ચૂકયા છીએ, જેને કોરોનાનું સંક્રમણ છે પરંતુ લક્ષણ દેખાતા નથી. તેમણે એસિમ્પટોમેટિક કેસ કહેવાય છે.

એસિમ્પટોમેકિસ કેસનું સંક્રમણ વધવાનો ખતરો ચીનમાં વધુ નથી. કારણ કે હજુ સુધી તેમાં તેનું કોઇ પ્રમાણ મળ્યું નથી. ડૉ. ઝોન્ગે કહ્યું કે જો દર્દી આ બીમારીમાંથી ઉભરી ચૂકયા છે તેઓ પણ આનાથી ફરી બીમાર થશે તેવની આશંકા ખૂબ જ ઓછી છે.

ડૉ.ઝોન્ગે કહ્યું કે જો કોઇ કેસ આ પ્રકારના સામે આવે છે તો તેનાથી સંક્રમણ વધવાનો ખતરો ખૂબ જ ઓછો રહે છે. આ રેયર હોય છે. કારણ કે તેના શરીરમાં પહેલેથી જ એન્ટીબોડીઝ હોય છે, જે વાયરસ સામે લડતા હોય છે.

Share Now