કોરોના વારઇસની લડતમાં વિશ્વ વધુ મક્કમ અને ઝડપી પગલાં ભરાય તેની સતત તજવીજમાં છે. દેશ વિદેશમાં લોકોએ મોટાં દાન જાહેર કર્યાં છે અને તેમાં ય ગઇકાલથી આજ સુધીમાં માઇક્રોસોફ્ટનાં સ્થાપક બિલગેટ્સ, એપલ તથા પેપ્સિકોએ નોંધનિય જાહેરાતો કરી છે.
પેપ્સિકો ઇન્ડિયાએ કરેલી જાહેરાત અનુસાર 25,000 ટેસ્ટિંગ કિટ્સ હેલ્થ કેર અને ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝને અપાશે.કંપનીએ આ ઉપરાંત 50 લાખ મિલ્સ- ભોજન એ લોકોને પહોંચાડવાની જાહેરાત કરી છે જેમના પરિવારોને કોરોનાવાઇરસને કારણે હેરાનગતિ વેઠવી પડી છે.કંપનીના એક સ્ટેટમેન્ટ અનુસાર #GiveMealsGiveHope અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી છે.પેપ્સિકો ઇન્ડિયાએ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરીને વંચિતો સુધી ભાણાં પહોંચાડવાનું નક્કી કર્યું છે અને સ્માઇલ ફાઉન્ડેશન સાથે મળીને ડ્રાય ફૂડ્ઝ પહોંચાડવાની કામગીરી હાથે ધરી છે. ટેસ્ટિંગ કિટ્સ માટે કંપનીએ ફાઉન્ડેશન ફોર ઇનોવેટિવ ન્યુ ડાયગ્નોસિસ સાથે હાથ મેળવ્યો છે.આ ટેસ્ટિંગ કિટ્સ જાહેર અને ખાનગી હેલ્થકેર લેબ્ઝમાં પહોંચાડાશે જેને ભારત સરકારે Covid-19નો ટેસ્ટ કરવાની પરવાનગી આપી છે.
આ તરફ અમેરિકન ટૅક જાયન્ટ એપલ દ્વારા માસ્ક શિલ્ડ્ઝ ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે જે મેડિકલ વર્કર્સ ઉપયોગમાં લઇ શકશે. એપલનાં સીઇઓ ટીમ કૂકે Covid-19 સામે તેમની કંપનીની લડ અંગે વિગતો આપી હતી અને કહ્યુ હતુ કે અત્યાર સુધીમાં તેમણે ૨૦ મિલિયન માસ્ક્સ સપ્લાય ચેઇન દ્વારા પહોંચાડ્યા છે અને સરકારની મદદથી તેનું વિતરણ કરાઇ રહ્યું છે. વળી તમામ પ્રોડક્ટ ડિઝાઇનર્સ, એન્જિનિયર્સ, ઓપરેશન્સ તથા પેકેજિંગ ટિમ એક થીઅને ફેસ શિલ્ડ્ઝનાં ઉત્પાદન અને વિતરણ પર કામ કરી રહ્યા છે. તેણે ટ્વિટર પર પોસ્ટ કરેલી એક ટિપ્પણીમાં આ શિલ્ડ કેવાં છે પણ બતાવ્યું છે.
માઇક્રોસોફ્ટનાં બિલ્યોનેર ફિલાન્થ્રોફિસ્ટ બિલ ગેટ્સે જાહેરાત કરી છે કે તેમનું ફાઉન્ડેશન એવી ઇમારતનાં બાંધકામ માટે ફંડ આપી રહ્યું છે જે કોરોનાવાઇરસ સામે લડે તેવા સાત સક્ષમ વેક્સિન પર કામ કરશે. આ સાતમાંથી બે શ્રેષ્ઠ વેક્સિનને ફાઇનલ ટ્રાઇલ્સ પછી પસંદ કરવામાં આવશે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સમય બચાવવા માટે અને ઝડપથી રસી શોધાય તે માટે સાત વેક્સિન કેન્ડિડેટ્સને એક સાથે સાત અલગ અલગ રસી શોધવા કામે લગાડશે અને તેમાં જે બે ઉત્તમ વેક્સિન પસંદ કરાશે.બિલ ગેટ્સે થોડ સમય પહેલાં જ માઇક્રોસોફ્ટનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સનાં પદેથી ઉતરી જવાની જાહેરાત કરી હતી અને પોતે ફિલાન્થ્રોફી એટલે કે સમાજ કલ્યાણ પ્રકારનાં કામોમાં રસ લેશે તેમ કહ્યું હતું. આ ફેસિલિટીઝમાં વેક્સિન્સને તૈયાર થતા દોઢેક વર્ષનો સમય લાગી શકે છે.