કોરોના અપડેટ: ભારતમા છેલ્લા ૨૪ કલાકમા ૩૫૬૧ નવા કેસ નોંધાયા, ૮૯ લોકોના મોત

364

ભારતમા છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કોરોનાના કુલ ૩૫૬૧ કેસ સામે આવ્યા છે.જેમાં ૮૯ લોકોના મોત થયા છે.જેના પગલે ભારતમા કોરોનાના કુલ કેસ વધીને ૫૨,૯૬૨ થયા અને કુલ ૧૭૮૩ લોકોના મોત થયા છે.જેમાં મહારાષ્ટ્રમા કોરોનાના અત્યાર સુધી ૧૬,૭૫૮ કેસ નોંધાયા છે જયારે ૬૫૧ લોકોના મોત થયા છે.તેમજ ગુજરાતમા કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૬૬૨૫ થઈ છે અને ૩૯૬ લોકોના મોત થયા છે.જેમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજયના ૧૪ જીલ્લામા નોંધાયેલા ૩૮૦ કેસના પગલે કોરોના દર્દીઓનો કુલ આંક ૬૬૨૫ એ પહોંચ્યો છે.જેમાં ૨૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે અને ૪૭૦૩ દર્દીઓ સ્ટેબલ છે.જયારે અત્યાર સુધી ૧૫૦૦ દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામા આવી છે.જયારે ૩૯૬ લોકોના મૃત્યુ થયા છે.

જયારે દિલ્હીમા કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૫૫૩૨ થઈ છે.જયારે તમિલનાડુમા ૪૮૨૯, રાજસ્થાનમા ૩૩૧૭, મધ્ય પ્રદેશમા ૩૩૧૮ અને ઉત્તર પ્રદેશમા ૨૯૯૮ લોકો કોરોનાની સંક્રમણની ચપેટમા આવ્યા છે.આ ઉપરાંત ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સેસે કહ્યું છે કે દુનિયાભરમા લગભગ ૯૦ હજાર સ્વાસ્થયકર્મીઓ કોરોના વાયરસના સંક્રમિત થયા છે.

જયારે વિશ્વમા જોવા જઈએ તો દુનિયા ભરમા કોરોનાના દર્દીઓનો આંકડો ૩૮,૨૦,૭૫૭ એ પહોંચ્યો છે જયારે ૨,૬૫,૦૯૬ લોકોના મોત થયા છે. અમેરિકામા અત્યાર સુધી ૧૨,૬૩,૧૯૭ લોકો કોરોનાના શિકાર બન્યા છે. જેમાં ૭૪,૮૦૭ લોકોના મોત થયા છે.સ્પેનમા કોરોનાથી ૨,૫૩,૬૮૨ લોકો સંક્રમિત થયા છે જયારે ૨૫,૮૫૭ લોકોના મોત થયા છે.જ્યારે ઇટલીમા ૨,૧૪,૪૫૭ લોકોના કોરોના સંક્રમિત છે અને ૨૯,૬૮૪ લોકોના મોત થયા છે. જયારે પાકિસ્તાનમા કોરોનાથી સંક્રમિતોનો આંકડો ૨૪,૦૭૩ એ પહોંચ્યો છે અને ૫૬૪ લોકોના મોત થયા છે.

Share Now