વલસાડ, 29 મે : ગુરૂવારે શહેરના હાલર રોડ પર એક એપાર્ટમેન્ટમાં કોરોના પોઝિટિવ 60 વર્ષીય વૃધ્ધાના સંપર્કથી સંક્રમિત 84 વર્ષીય વૃધ્ધા પણ કોરોના પોઝિટિવ થતાં સિવિલમાં દાખલ કરાયા છે.કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી રહી હતી ત્યારે પણ વલસાડ જિલ્લો ગ્રીન ઝોનમાં સુરક્ષિત હતો, પરંતું 20થી 24 એપ્રિલ દરમિયાન 5 કેસ કોરોના પોઝિટિવ નિકળતાં તંત્ર અને આરોગ્ય વિભાગમાં દોડધામ શરૂ થઇ હતી,તેમાંય 26 મે સુધી તો વલસાડ સુરક્ષિત હતો છેવટે વલસાડમાં પણ કોરોના પોઝિટિવના 2 કેસ થઇ ગયા છે.મંગળવારે રાત્રિ વલસાડ હાલર રોડના દિવ્યમ એપાર્ટમેન્ટમાં 60 વર્ષીય વૃધ્ધા સહિત કોસંબા,પારડી,અતુલ,ઉમરગામમાં 6 કેસ નોંધાયા બાદ વલસાડ શહેરમાં ગુરૂવારે દિવ્ય એપાર્ટમેન્ટમાં જ રહેતી 84 વર્ષીય વૃધ્ધા સંક્રમણને લઇ કોરોના પોઝિટિવ થતાં આરોગ્ય વિભાગે સિવિલ કોરોના આઇસોલેશન વોર્ડમાં તેમને દાખલ કરાયા છે.હાલર રોડ પર ભારત ડેરીની ગલીમાં દિવ્યમ એપાર્ટમેન્ટમાં બે દિવસમાં કોરોના પોઝિટિવના 2 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સાબદું થઇ ગયું છે.શહેરમાં લોકલ સંક્રમણ વધે નહિ તે માટે આ વિસ્તારને પ્રતિબંધિત કરી અવરજવર બંધ કરી સેનેટરાઇઝ કરાયો છે.