ભાજપ દ્વારા એક જ ઝાટકે કેટલાક રાજ્યોના સંગઠનમાં સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સંગઠનમાં પણ ફેરફારને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.જોકે છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ મહામંત્રી સહિતના પદોમાં ફેરફાર થઇ શકે છે. જો પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રી જેવા સંગઠનના પદ માં ફેરફાર થશે તો નવા ચહેરાઓ કોણ હશે તેને લઈને પણ અનેક અટકળો તેજ બની છે.
જોકે હાલમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સ્થાને જીતુભાઈ વાઘાણી છે તેમજ મહામંત્રી તરીકે કે.સી.પટેલ છે.જો ત્રણ રાજ્યોની જેમ ગુજરાત સંગઠનમાં પણ ફેરફાર થાય અને આ બંને મહત્વના પદ બદલાય તો આ બંને પદો પર નવા ચહેરા કોણ હોઈ શકે શકે તે જાણવા માટે સૌ કોઈ આતુર છે ત્યારે સૂત્રો તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પ્રદેશ અધ્યક્ષ સ્થાને અને મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયા અને રજની પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે.
જોકે સૂત્રો તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જો પ્રદેશ અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્રના કોઈ ચહેરાને મુકવામાં આવશે તો મહામંત્રી પદે ઉત્તર ગુજરાતનો ચહેરો હોઈ શકે છે છે અને જો પ્રદેશ અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાતનો ચહેરો હોય તો મહામંત્રી સ્થાને સૌરાષ્ટ્રનો કોઈ ચહેરો હોઈ શકે છે જેમાં પૂર્વ ગૃહમંત્રી રહી ચૂકેલા રજની પટેલનું નામ ચર્ચામાં આગળ ચાલી રહ્યું છે.નજીકના વર્તુળો પાસેથી મળેલી માહિતી મુજબ રજની પટેલને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સીધી ધારાસભ્યની ટિકિટ ટિકિટ આપી હતી અને આનંદીબેન પટેલની સરકારમાં તેઓ ગૃહ મંત્રી પણ બન્યા હતા એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડબુકમાં રજની પટેલનું નામ છે.જ્યારે ભીખુભાઈ દલસાણીયા એ ભાજપનો એક સ્વચ્છ પ્રતિભા ધરાવતો પીઢ ચહેરો છે જેથી આ બંને ચહેરાઓને નવા સંગઠન માળખામાં મહત્વના સ્થાન મળે તો નવાઈ નહી !