– રિઝર્વ બેન્ક વધુમાં વધુ ડિવિડન્ડ સરકારને આપી દેશે: પહેલા પણ રીઝર્વ ફડં લીધું હતું
નવી દિલ્હી : ટેકસ દ્રારા થનારી આવક કોરોનાવાયરસ ને લીધે સદંતર મદં પડી ગઈ છે ત્યારે કેન્દ્ર સરકારની નજર ફરીથી રિઝર્વ બેંકના સરપ્લસ ફડં પર ગઈ છે અને રિઝર્વ બેન્ક પણ વધુમાં વધુ ડિવિડન્ડ કેન્દ્ર સરકારને આપી દેશે તેમ બહાર આવ્યું છે.કેન્દ્ર સરકાર હરી ફરીને રિઝર્વ બેંકના સરપ્લસ ફડં પર નજર નાખતી રહી છે.આ પહેલા પણ કેન્દ્ર સરકાર દ્રારા બે વખત રિઝર્વ બેંક પાસેથી રીઝર્વ ફડં મેળવી લેવામાં આવ્યું હતું.
મહેસૂલી આવકમાં કોઈ ખાસ દમ રહ્યો નથી ત્યારે સતત બીજા વર્ષે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકના ડિવિડન્ડ પર આશા રાખવી પડી છે.પાછલા વર્ષે નાણાકીય વર્ષમાં રીઝર્વ ફડં અને વિમલ જાલન સમિતિની ભલામણોને કારણે રિઝર્વ બેન્કે સરકારને નિશ્ચિત ડિવિડન્ડ કરતાં વધુ ચુકવણું કરવું પડું હતું.
ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર એમ માને છે કે રિઝર્વ બેન્ક દ્રારા સરકારી બોન્ડની ખરીદી માં ઝડપ રાખવામાં આવી છે માટે તેના પર કમાવવામાં આવેલ વ્યાજ ને ડિવિડન્ડ ના પમાં સરકારી તિજોરીને પાછું આપી દેવામાં આવશે.રિઝર્વ બેંકની વેબસાઇટ પર જાહેર થયેલા આંકડા અનુસાર ૧લી એપ્રિલથી ૨૧ જૂન સુધી માં રિઝર્વ બેન્ક દ્રારા ખુલ્લા બજાર મારફત ૧.૩ લાખ કરોડ પિયાથી વધુના સરકારી બોન્ડની ખરીદી કરવામાં આવી હતી.સાથોસાથ રિઝર્વ બેન્ક દ્રારા પિયા ૧૦,૦૦૦ કરોડ જેટલી સરકારી જામીનગીરી પણ વેચવામાં આવી હતી. પાછલા વર્ષે બેંક દ્રારા ૫૨,૫૫૦ કરોડ પિયાની કિંમતના સરકારી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.આમ હવે ફરીવાર કેન્દ્ર સરકારને રજૂઆત બેંક થી મોટી આશા છે અને રિઝર્વ બેંકના સહારે તે પોતાની નાણાકીય જરિયાતો પૂરી કરવા માંગે છે