મુંબઈમાં વિજ બિલ સામે ખોટા અને મોટા બિલની ફરીયાદોના ઢગલા, અભિનેત્રીઓ પણ સામેલ

286

મુંબઈ: બોવીવૂડની અભિનેત્રી તાપસી પન્નુને એક મહિનાનું વીજળીનું બિલ ૩૬ હજાર રૃપિયા આવતા તે ચોંકી ઉઠી હતી.ઉપનગરોમાં વીજળી પૂરી પાડતી અદાણી ઇલેક્ટ્રિકસિટી કંપની તરફથી વીજ વપરાશકારોને ખોટા અને મોટા બિલ આપવામાંઆ આવી હ્યાં છે એવો હોબાળો મચી ગયો છે. બિલને લગતી ફરિયાદો વધતી જાય છે. આ પરિસ્થિતિમાં તાપસી પન્નુએ ૩૬ હજાર બિલ આપવામાં આવતા તેણે તરત જ કંપનીને સવાલ કર્યો છે કે તમે કયા હિસાબે આટલું મોટું બિલ મોકલ્યું છે?

એક સમયે આવતું 4-5 હજારનું બિલ અચાનક વધીને થયું રૂ 36,000

અદાણી ઇલેક્ટ્રિકસિટી કંપનીએ જૂ મહિનાનું ૩૬ હજાર રૃપિયા બિલ મોકલાવવા વિફરેલી તાપસીએ આગલા બે મહિલાના બિલનો સ્કીન શોટ લઇ કંપનીને ટ્વિટ કર્યું હતું.અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે એપ્રિલનું બિલ ૪૩૯૦ રૃપિયા અને મેનું બિલ ૩,૮૫૦ રૃપિયા આવ્યું હતું. તો શું જૂનમાં મેં એટલી બધી વીજળી વાપરી કે મને સીધું ૩૬૦૦૦ રૃપિયાનું બિલ મોકલી દીધું ? લોકડાઉનમાં એવા તે કયા વીજળીથી ચાલતા સાધનો હું લાવી હોઇશ કે જેમાં આટલી વીજળી વપરાય?

તાપસી પન્નુએ કરી ટ્વીટર પર ફરીયાદ

અભિનેત્રીએ ટ્વિટર પર કરેલી ફરિયાદ વિશે પૂછવામાં આવતા અદાણી ઇલેક્ટ્રિકસિટી કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા પછી અમે મીટર રિડિંગ કર્યું હતું. આ બિલની રકમ બરાબર છે. ફકત અદાણી કંપની સામે જ નહીં ટાટા પાવર, એમએસઇબી, ટોરન્ટ અને બી.ઇ.એસ. ટી સહિતની વીજ-વિતરણ કરતી કંપનીઓ તરફથી ગ્રાહકોને મોટી રકમના બિલ અપાયા હોવાની સેંકડો ફરિયાદો મળી હતી મિડિયાએ પણ લોકોની આ ફરિયાદોને વાચા આપી હતી.

વિજ બિલના લોચાથી હોબાળો

એમએસઇબીના મુખ્ય જનસંપર્ક અધિકારી અનિલ કાંબળેએ મિડિયાને જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ગ્રાહકોને ખુદ મીટર રિડિંગ કરવાની સુવિધા આપવામાં આવી હતી. પરંતુ મહારાષ્ટ્રમાં અમારા ૨.૭૦ કરોડ ગ્રાહક છે એમાંથી માત્ર ૨.૬૦ લાખ ગ્રાહકોએ સેલ્ફ મીટર રિડિંગ સુવિધાનો લાભ લીધો હતો. કસ્ટમરોએ મોબાઇથી મીટરનો ફોટો પાડીને જ મોબાઇલ એપ ઉપર મોકલવાનો હતો. એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબુ્રઆરી મહિના બિલના આધારે અંદાજ બાંધીને એપ્રિલ, મે, જૂનના બિલ મોકલવામાં આવ્યા હતા.ડિસેમ્બર,જાન્યુઆરીમાં શિયાળાને લીધે વીજળીનો વપરાશ ઓછો હોય છે.માર્ચ,એપ્રિલ,મેમાં વીજળી વપરાય છે.આમ છતાં અમે ડિસેમ્બર,જાન્યુઆરી,ફેબુ્રઆરી મહિનાની બિલની રકમના આધારે માર્ચ,એપ્રિલ,મેના અંડરચાર્જડ બિલ મોકલ્યા હતા. હવે જૂનના બિલમાં આ અંડરચાર્જડ બિલની રકમ ઉમેરવામાં આવતા ગ્રાહકોને લાગ્યું કે તેમને બહુ મોટી રકમના બિલ મોકલવામાં આવી રહ્યાં છે.

શું કહે છે અદાણીના અધિકારીઓ?

અદાણી ઇલેક્ટ્રિકસિટી કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને પગલે લોકડાઉન દરમિયાન અમે રૃબરૃ જઇ મીટર રિડિંગનું કામ બંધ કર્યું હતં જે હવે ફરી શરૃ કરવામાં આવશે.આ અધિકારીએ પણ એમએસઇબીના પ્રવકતાએ આપેલુ કારણ જણાવ્યું હતું.તેણે ઉમેર્યું હતું કે એપ્રિલ,મે,જૂન દરમિયાન વર્કફોમ હોમને કારણે તેમજ ઉનાળાની ગરમીને કારણે વીજળીનો વપરાશ વધી ગયો હતો. આને કારણે વધુ રકમનું બિલ આવે એ સાહજિક છે.હવે ગ્રાહકોએ ખરેખર કેટલી વીજળી વાપરી એ હિસાબે (ટેરિફ સ્લેબ બેનિફિટ) સાથેનું એકચ્યુઅલ બિલ આપવામાં આવશે.

અભિનેત્રી હુમા કુરેશી અને રેણુકા શહાણેને પણ વધુ બિલથી આંચકો

બોલીવૂડની અભિનેત્રી હુમા કુરેશી અને રેણુકા શહાણે તેમજ દિગ્દર્શક બિજોય નાંબિયારને પણ આ વખતે વીજળીનું મોટુ બિલ મળતા આંચકો અનુભવ્યો હતો.એકટર પુલકિત શર્માને તો ૩૦ હજાર રૃપિયાનું બિલ આવ્યું હતું.હુમા કુરેશીને આગલા મહિને છ હજારનું બિલ આવ્યું હતું જયારે આ મહિને ૫૦ હજારનું બિલ મોકલવામાં આવ્યું છે. રેણુકા શાહાણેને ગયા મહિને લગભગ સાડાપાંચ હજારનું બિલ આવ્યું હતું.જયારે આ વખતે ૧૮ હજારથી વધુ રકમનું બિલ મોકલવામાં આવ્યું છે.આમ વીજળીના બેફામ બિલથી સામાન્ય ગ્રાહકોની જેમ બોલીવૂડવાળા પણ હચમચી ગયા છે.અને અદાણી ઇલેક્ટ્રિસિટી ઉપર પસ્તાલ પાડી છે.

Share Now