ઇસ્લામાબાદ, તા.28 જુલાઈ : પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારને લઈને ઈમરાનખાન સરકારની પોલ ફરી ખુલ્લી પડી ગઈ છે.પાકિસ્તાનના લાહૌર શહેરના નવલખા બજામાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં ફેરવવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા બાદ પંજાબના સીએમ અમરિન્દરસિંહ ઉકળી ઉઠ્યા છે.
તેમણે આ પ્રયત્નોને વખોડી કાઢ્યા છે અને વિદેશમંત્રી એસ જયશંકરને વિનંતી કરી છે કે,પાકિસ્તાન સુધી પંજાબ સરકારની પ્રતિક્રિયાને પહોંચાડે અને પાક સરકારને કહે કે,પાકિસ્તાનમાં શીખોને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવામાં આવે.
આ મામલામાં ભારતના વિદેશ મંત્રાલયે પણ પાકિસ્તાની હાઈ કમિશનમાં આ બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.ભારતે સ્પષ્ટપણે કહ્યુ છે કે,પાકિસ્તાન આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરે.આ ઐતહાસિક ગુરુદ્વારામાં 1745માં ભાઈ તરુ સિંહ શહીદ થયા હતા.જેમણે ઈસ્લામ સ્વીકારવાની ના પાડી દીધી હોવાથી તેમની આ જગ્યાએ હત્યા કરવાઈ હતી.શીખ ભાવિકો માટે આ બહુ જ પવિત્ર સ્થળ મનાય છે.