નવી દિલ્હી, તા. ર૬: રાજધાની દીલ્હીના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા એક કોન્સ્ટેબલે એક ડ્રગ પેડલર પાસેથી ૧૭૦ કિલોગ્રામ જેટલો ગાંજો કબજે કર્યો હતો.પરંતુ રિપોર્ટમાં માત્ર ૯૨૦ ગ્રામ ગાંજો પકડ્યો હોવાનું દેખાડીને બાકીનો ગાંજો પોતાના સાથીઓ જોડે વેચીને લાખો રૂપિયા કમાઇ લીધા હતા.
આ કૌભાંડ ખુલી જતાં દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ બે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર, એક કોન્સ્ટેબલ અને એક સિપાહીને સસ્પેન્ડ કરી દીધા હતા.