
નેપાળ પોલીસે બીરગંજમાં એક ફ્લેટમાંથી 22 કિલો 576 ગ્રામ સોનુ કબ્જે કર્યું છે.નેપાલ પોલીસને ગુપ્ત સૂચનાના આધારે આ કાર્વાહી કરી છે.આ એક એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાંથી મળી આવ્યું હતું.
સોનાની કિંમત 12 કરોડ રૂપિયા
નેપાળ પોલીસના જણાવ્યા પ્રમાણે જે ફ્લેટમાંથી કરોડો રૂપિયાનું સોનુ મળી આવ્યું છે તે બિહારના રક્સોલ વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાદ પ્રમોદ સિન્હાના ભાઈ અશોક સિન્હાનો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે જપ્ત કરવામાં આવેલા સોનાનું મુલ્ય 12 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે.પોલીસે હજુ સુધી આ પ્રકરણમાં કોઈ ધરપકડ કરી નથી.પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.