ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીનું પરિણામ આવી રહ્યાં છે.ત્રીજી નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠક જેવી કે- અબડાસા,લિમડી,મોરબી,ધારી,ગઢડા,કરજણ, ડાંગ અને કપરાડા પર કોરોના ગાઇડલાઇન સાથે મતદાન યોજાયુ હતું. જેના આજે પરિણામ જાહેર થશે.મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી વિગતો મુજબ 8 વિધાનસભા બેઠક પર 81 ઉમેદવારો વચ્ચે જંગ છે.જોકે, ખરાખરીનો જંગ તો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જ જોવા મળી રહ્યો છે.
કઈ સીટ ઉપર કેટલા ઉમેદવાર
લિમડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારો જ્યારે કપરાડા અનુસુચિત જનજાતિ (એસટી) બેઠક પરથી સૌથી ઓછા 4 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી માહિતી મુજબ મોરબી તેમજ ગઢડા વિધાનસભા બેઠક પરથી 12-12 ઉમેદવારોએ તેમજ ધારીમાંથી 11, અબડાસામાંથી 10, કરજણ અને ડાંગમાંથી 9-9 ઉમેદવારો છે.
@કપરાડા વિધાનસભા બેઠક પર પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 2459 મતથી આગળ ચાલી રહ્યા છે. આ સાથે ડાંગ, મોરબી, લીમડીમાં પણ ભાજપનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.
@મોરબીની વિધાનસભા બેઠક પર બેલેટ પેપર મતગણતરી શરૂ થઇને 1552 બેલેટ પેપર મતગણતરી કરી લેવામાં આવી છે. બેલેટ પેપરનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા ભાજપનાં ઉમેદવાર બ્રિજેસ મેરજા આગળ ચાલી રહ્યાં છે.
આ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ
ગઢડા બેઠક પર ભાજપનાં આત્મરામ પરમાર, કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકી
કપરાડા બેઠક પર ભાજપનાં જિતુ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા
ડાંગ બેઠક પર ભાજપનાં વિજય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગામિત
લીમડી બેઠક પર ભાજપનાં કિરીટસિંહ રાણા, કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર
અબડાસા બેઠક પર ભાજપનાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સંઘાણી
મોરબી બેઠક પર ભાજપનાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ
ધારી બેઠક પર ભાજપનાં જે.વી. કાકડિયા, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા
કરજણ બેઠક પર ભાજપનાં અક્ષય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા