પટના : બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે.બિહારમાં કોની સરકાર બનશે તેનો નિર્ણય આજે થઈ જશે,એવામાં રાજકીય પાર્ટીઓ પોતાની સરકાર રચાશે એવા દાવોઓ કરી રહી છે.આ ક્રમમાં કોઈ પૂજા પાઠ કરી રહ્યા છે તો કોઈ હવનના સહારે ભગવાનને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બિહારમાં ચિરાગ પાસવાનની પાર્ટી એટલે કે લોક જનશક્તિ પાર્ટીએ પરિણામ આવ્યા પહેલા પૂજા પાઠનો સહારો લીધો છે.નીતીશ કુમાર અસંભવ,નીતીશ મુક્ત સરકાર માટે લોક જનશક્તિ પાર્ટીના નેતા પટનાના મંદિરોમાં હવન અને પૂજા પાઠ કરવામાં લાગી ગયા છે.મૂળે,આજે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે બિહારમાં જનતાએ કોને પોતાનું સમર્થન આપ્યું છે અને કોને નહીં.તેને લઈને નેતાઓની બેચેની ચરમ પર છે અને તમામ સ્થળે સવારથી જ પૂજા પાઠ અને ભગવાનની આરાધના કરવામાં આવી રહી છે.
Bihar Election Result 2020 : ચૂંટણી રેલીઓમાં સૌથી વધુ ભીડ ખેંચનારા તેજસ્વી શું બનાવશે સરકાર? લોક જનશક્તિ પાર્ટીના નેતાઓએ પણ પટનામાં હવન અને પૂજાનો કાર્યક્રમ રાખ્યો છે અને ભગવાનથી સતત એવી અરજ કરવામાં આવી રહી છે કે જે પણ પરિણામ છે તે તેમના એટલે કે LJPના પક્ષમાં આવે. પટનામાં લોક જનશક્તિ પાર્ટીના નેતા કૃષ્ણ કુમાર કલ્લૂની આગેવાનીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બિહારની ચૂંટણીમાં આ વખતે ચિરાગની પાર્ટી અલગ ભૂમિકામાં છે અને તે સતત નીતીશ કુમારની વિરુદ્ધ નિવેદનો આપી રહી છે. પાર્ટીના નેતાઓનો દાવો છે કે આ વખતે LJPને સારી સંખ્યામાં સીટો મળશે.
એક્ઝિટ પોલ્સે શું અનુમાન લગાવ્યા છે?- TODAY’S CHANAKYA પોલના મતે NDAને 40-56, મહાગઠબંધનને 169-191 અન્યને 4-12 સીટો મળી શકે છે.- ટાઇમ્સ નાઉ-સી વોટર પોલના મતે NDAને 116, મહાગઠબંધનને 120, LJPને 1 અને અન્યને 6 સીટો મળી શકે છે.
– રિપબ્લિક ભારત-જનની બાતના સર્વેમાં એનડીએને 91થી 117, મહાગઠબંધનને 118-138, એલપીજીને 5થી 8 અને અન્યને 3-6- એબીપી-સી વોટરના મતે NDAને 104-128, મહાગઠબંધનને 108થી 131, અન્યને 4 થી 8
– TV9 BHARATVARSH પોલના મતે NDAને 110-120, મહાગઠબંધનને 115-125, LJPને 3-5 અને અન્યને 10-15 સીટો મળી શકે છે.