ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના હેઠળ યોજાયેલાં સમૂહલગ્નમાં ૫૩ વર્ષની મમ્મી અને ૨૭ વર્ષની દીકરી એકસાથે લગ્નની ગાંઠે બંધાયાં.
૫૩ વર્ષની બેલીદેવીના પતિ ૨૫ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. બેલીદેવી સમૂહલગ્નમાં પોતાના ભૂતપૂર્વ પતિના નાના ભાઈ જગદીશ સાથે લગ્ન કર્યાં હતાં.આ લગ્નમાં તેમના ઉપરાંત અન્ય ૬૩ જોડીનાં લગ્ન થયાં હતાં.બેલીદેવીની સૌથી નાની દીકરી ઇન્દુએ પણ ગયા અઠવાડિયે યોજાયેલાં આ જ સમૂહલગ્નમાં લગ્ન કર્યાં છે. જગદીશ ખેડૂત છે અને હજી સુધી અપરિણીત છે.બેલીદેવીનાં ચાર સંતાનો બે દીકરા અને બે દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યાં હોવાથી તેમણે પોતાના દિયર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.સમમૂહલગ્નમાં માતાની સાથે જ પરણનારી ઇન્દુનું કહેવું છે કે પપ્પાના મૃત્યુ બાદ મારી મમ્મી અને કાકાએ અમારી સંભાળ રાખી હતી.હવે પરણીને તેઓ એકમેકની સંભાળ રાખશે.