
– ફોરેસ્ટે 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વાંસદા પશ્ચિમ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર અને વન વિભાગના કર્મચારીઓ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા.એ દરમિયાન ભવાડા- ધરમપુરથી ચૌંઢા આવતા રસ્તા પર પીકઅપ ટેમ્પો શંકાસ્પદ જણાતા ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલક થોડે દુર પીકઅપ ઉભી રાખી અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો.વનકર્મીઓએ પીકઅપમાં તપાસ કરતા 17 સાગી ચોરસા કિંમત રૂ. 50 હજાર મળી આવ્યા હતા.
વાંસદા પશ્ચિમ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડ અને સ્ટાફ મનિષ પટેલ,સંજય પટેલ,કમલેશ પટેલ,નરેશ પટેલ બીટગાર્ડ તથા વી.ટી.પટેલ પેટ્રોલિંગમાં હતા.એ દરમિયાન ભવાડા- ધરમપુર રોડથી ચૌંઢા જવાના રસ્તા પર પીકઅપ (નં. જીજે-16-એક્સ-39596) શંકાશીલ લાગતા ઉભો રાખવાની ઈશારો કરતા ટેમ્પો ચાલકે થોડેક દૂર વાહન ઉભું રાખી અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો.વાહનમાં તપાસ કરતા સાગી ચોરસા 17 નંગ ઘનમીટર 0.937 અંદાજિત કિંમત રૂ. 50 હજાર મળી આવ્યા હતા.સાગી ચોરસા સહિત ટેમ્પો કિંમત રૂ. 1.50 લાખ મળી કુલ રૂ. 2 લાખનો મુદ્દામાલ કબજે કરતા લાકડાચોરોમાં ફફડાટ ફેલાયો હતો.