ભાજપે ઉમેદવારોની પસંદગી માટે 96 નિરીક્ષકોનું લિસ્ટ જાહેર કર્યું

377

– મંત્રીઓ,ધારાસભ્યો,સંસદસભ્યો અને દરેક બેઠક પર એક મહિલાની નિરીક્ષકની કરાયેલી નિમણૂક

આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાઓ,જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ટિકિટના દાવેદારોને અને તેના સમર્થકોને સાંભળવા માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આ માટે 96 નિરિક્ષકો નું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લિસ્ટમાં કેબિનેટ મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રીઓ બોર્ડ નિગમના ચેરમેનો ધારાસભ્યો સંસદસભ્યો અને ભાજપ્ના સંગઠન માળખાના આગેવાનો નો સમાવેશ કરવામાં આવ્યો છે દરેક જિલ્લામાં એક એક મહિલા નિરીક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે.

32 જિલ્લા પૈકી સૌરાષ્ટ્રમાં નિરીક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે તેના પર નજર નાખીએ તો કચ્છમાં દિલીપજી ઠાકોર પ્રદીપસિંહ વાઘેલા તેજશ્રીબેન પટેલ જામનગરમાં જયેશ રાદડિયા ધનસુખ ભંડેરી વષર્બિેન દોશી દ્વારકામાં કિરીટસિંહ રાણા પ્રદિપભાઇ ખીમાણી નિરૂબેન કાંબલીયા રાજકોટ જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રકાશભાઇ સોની નીમાબેન આચાર્ય મોરબીમાં સૌરભભાઈ પટેલ ભાનુભાઈ મેતા,રૂપાબેન શીલુ જૂનાગઢ જિલ્લામાં ગોરધનભાઈ ઝડફિયા રમેશભાઈ રૂપાપરા જીજ્ઞાબેન પંડ્યા ગીર સોમનાથમાં જવાહર ચાવડા મહેન્દ્ર પ્નોત ગીતાબેન માલમ પોરબંદરમાં ચીમનભાઈ શાપરિયા ભરતભાઇ બોઘરા ગીતાબેન બારડ અમરેલીમાં જીતુભાઈ વાઘાણી ધર્મેન્દ્રસિંહ જાડેજા વંદનાબેન મકવાણા ભાવનગરમાં કુવરજીભાઈ બાવળિયા આત્મારામ પરમાર વસુબેન ત્રિવેદી બોટાદમાં અમોહ શાહ કુશળસિંહ પઢેરીયા ગાયત્રીબા સરવૈયા,સુરેન્દ્રનગરમાં આર.સી.ફળદુ નીતિનભાઈ ભારદ્વાજ અને ભાનુબેન બાબરીયા નો સમાવેશ કરાયો છે.

મહાનગરોના 34 નિરીક્ષકો પણ જાહેર કરાયા

રાજકોટ,જામનગર, ભાવનગર સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ માટે 34 નિરીક્ષકો નું લિસ્ટ જાહેર કરાયું છે તેમાં રાજકોટ માટે બાબુભાઈ બોખરીયા,નરહરી અમીન,મહેન્દ્રસિંહ સરવૈયા અને પુષ્પદાન ગઢવી મુખ્ય નિરીક્ષકો રહેશે.આ ઉપરાંત અન્ય આઠ નિરીક્ષકોને પણ રાજકોટમાં મૂકવામાં આવ્યા છે.ભાવનગર મહાનગરપાલિકા માટે નિરીક્ષકોની જવાબદારી ભાજપે જયંતીભાઇ કવાડીયા.મોહનભાઈ કુંડારીયા.ઝવેરભાઈ ઠકરારને સોપી છે.જામનગરમાં રાજેશભાઇ ચુડાસમા.ગોવિંદભાઈ પટેલ અને બાબુભાઇ જેબલીયાને આ જવાબદારી સોંપવામાં આવી છે.

Share Now