હવેથી લાયસન્સ બનાવવા માટે તમારે આરટીઓના ચક્કર કરવાની જરૂર નથી, તમારે ટોકન મશીનથી સ્લીપ લેવાની રહે છે અને ત્યારબાદ નંબર મુજબ અરજીપત્રક લેવાશે. તો તમે આ વ્યવસ્થાનો લાભ લઈ શકો છો.
ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા કરો આ કામ
મળશે આરટીઓના ધક્કાથી રાહત
ટોકન મશીનથી સ્લીપ અને નંબર નક્કી થશે
પરિવહન વિભાગની આ વ્યવસ્થાથી અરજદારોને રાહત મળશે.અરજદારએ લાઈનમાં ઊભા રહીને પોતાના નંબરની રાહ જોવાની રહેશે નહીં. સ્ક્રીન પર ટોકન નંબર જોઈને અરજદાર કાઉન્ટર પર જઈને વિના ધક્કા મુક્કી પોતાનું કામ સરળતાથી કરી શકશે. દવે દરેક આરટીઓ કાર્યાલય પર ટોકન મશીન સિસ્ટમત્રણ પ્રકારની સ્લીપથી દરેક કામ થશે
જ્યારે તમે ટોકન મશીનનો ઉપયોગ કરો છો તો અહીંથી તમને 3 પ્રકારની સ્લીપ મળે છે.પહેલી લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સના અરજદારો માટે.બીજી સ્લીપ પરમેનન્ટ ડ્રાઈવિંગ લાયસન્સના અરજદારો માટે અને ત્રીજી નવું લાયસન્સ બનાવવા સહિત લાયસન્સમાં નામ,સરનામું બદવા માટે.જો તમારી પાસે સ્લીપ હશે તો જ તમારી અરજી સ્વીકારવામાં આવશે.તો હવે તમારી પાસે આ ટોકન સ્લીપ હોવી જરૂરી છે.
સ્ક્રીન પર દેખાશે તમારી સ્લીપનો ટોકન નંબર
ટોકન મશીનની સાથે દરેક એકાઉન્ટ પર સ્ક્રીન બોર્ડ લાગેલું રહેશે. અહીં ટોકન નંબર આવતાની સાથે અરજદારે ફોર્મ લઈને કાઉન્ટર પર જવાનું રહે છે. અહીં અરજદારના ડોક્યુમેન્ટ્સની તપાસ કરાય છે અને લાયસન્સની ઔપચારિકતાને પૂરી કરાય છે.સુવિધા માટે કરાઈ છે આ વ્યવસ્થા
ડ્રાઈવિંગ લાયસન્સના અરજદારની સુવિધા માટે દરેક કાઉન્ટર પર ટોકન મશીન લગાવાયા છે.જ્યાં દરેક અરજીકર્તા બેંકની જેમ અહીંથી ટોકન સ્લીપ મેળવશે. તેનાથી અરજકર્તાએ લાઈનમા ઊભા રહેવું પડશે નહીં.