આવકવેરા ખાતાએ રીફંડ પેટે કરદાતાઓને 1.91 લાખ કરોડ ચૂકવ્યા

247

નવી દિલ્હી તા.11 : આવકવેરા વિભાગે 1 એપ્રિલ 2020 થી 8 ફેબ્રુઆરી 2021 દરમ્યાન કરદાતાઓને 1.91 લાખ કરોડનું રીફંડ ચુકવ્યાનું જાહેર કર્યુ છે. 1.84 કરોડ વ્યક્તિગત કરદાતાઓને 67334 કરોડ અને 2.14 લાખ કોર્પોરેટ કરદાતાઓને 1.23 લાખ કરોડના રીફંડ ચુકવવામાં આવ્યા છે. કુલ 1,91,015 કરોડના રીફંડ 1.87 કરોડ કરદાતાઓને ચુકવાયા છે.

Share Now