6 મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બદલ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જનતાનો માન્યો આભાર

286

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મહાનગરોની જનતાનો આભાર માન્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે મહાનગરોમાં મતદાર ભાઈઓ-બહેનોએ ભાજપને સમર્થન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર જે વિશ્વાસ મુક્યો છે એ માટે જનતાનો ખુબ ખુબ આભાર માનુ છું.સી.આર.પાટીલે કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની રૂપાણી સરકાર લોક ઉપયોગી કામ કરે છે.એના માટે જે એક વિશ્વાસ ઉભો થયો છે. ભારતીય જનતા પાર્ટી લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા સક્ષમ છે.અમારી જવાબદારી અમે પૂર્ણ કરીશું.

Share Now