બંગાળમાં ભાજપ અને મમતા બેનર્જી ની પાર્ટી સામસામે આવી ગઈ છે.ગતરોજ ફીલ્મસ્ટાર મિથુન ભાજપમાં જોડાતા હવે જુદી જુદી પ્રતિક્રિયા આવી રહી છે ત્યારે મિથુન ચક્રવર્તીના ભાજપમાં જોડાવા મામલે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોગત રોયે કહ્યું કે મિથુન અગાઉ સ્ટાર હતા પરંતુ હવે નથી.તેઓ નક્સલી હતા.તે સીપીએમમાં સામેલ થયા પછી ટીએમસીમાં આવ્યા અને રાજ્યસભા સાંસદ બની ગયા.ભાજપે તેમને ઈડીનો ડર બતાવ્યો અને તેમને રાજ્યસભા પદ છોડી દીધુ હતું અને હવે ભાજપમાં જોડાઈ ગયા છે.ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે મોટા અભિનેતા અનેક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા છે.મિથુન ચક્રવર્તી પણએ જ કરી રહ્યા છે.એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે.આમ પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયુ છે.