મુંબઇમાં મોલની અંદર આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ : ૯ મોત

278

મુંબઈ,તા. ૨૬: મુંબઈની સનરાઇઝ હોસ્પિટલમાં ગત રાત્રે આગ લાગી ગઈ, જેના કારણે બે લોકોનાં મોત થયા છે.પહેલા અહેવાલ આવી રહ્યા હતા કે આગ ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં લાગી છે.ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે જોયું કે આગ મોલના ત્રીજા માળે આવેલી સનરાઇઝ હોસ્પિટલમાં લાગી હતી. જે સમયે હોસ્પિટલમાં આગ લાગી, તે સમયે ત્યાં ૭૦થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા હતા. નોંધનીય છે કે અહીં દાખલ મોટાભાગના દર્દી કોરોનાથી સંક્રમિત છે.બીએમસીએ તપાસના આદેશ આપ્યા છે કે મોલની ઉપર હોસ્પિટલ કેવી રીતે બનાવવામાં આવી અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે.મળતી જાણકારી મુજબ,મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં ગુરુવાર મોડી રાત્રે આગ લાગવાની સૂચના મળી.ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે ૨૦થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી.ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે મોલના ત્રીજા માળે એક હોસ્પિટલમાં આગ લાગી છે.ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો.આ દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડના કર્મચારી એ વાત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આગ કેવી રીતે લાગી.તેની સાથે જ હોસ્પિટલની અંદર હજુ પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે કે બીજા કોઈ દર્દી ફસાયેલા તો નથી ને.ઘટના વિશે જાણકારી આપતા ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે લગભગ ૯૦થી ૯૫ ટકા દર્દીઓને બચાવી લીધી પરંતુ બે લોકોનાં મોત થયા છે.તેઓએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.ઘટના વિશે વાત કરતાં મુંબઈના મેયરે જણાવ્યું કે, મેં પહેલીવાર મોલની અંદર હોસ્પિટલ જોઈ છે.બીએમસીએ તપાસના આદેશ આપી દીધા છે કે મોલની ઉપર હોસ્પિટલ કેવી રીતે બની અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે.દોષિતોની વિરૂદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવશે.આગમાં ફસાયેલા 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે તેમ છતાં મૃતકઆંક હજુ ઉંચો જઈ શકે છે. મુંબઈના મેયરે પોતે પહેલી વખત મોલની અંદર હોસ્પિટલ જોવા મળી તેને લઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને આગ લાગવાનું કારણ જાણવા તપાસના નિર્દેશ આપ્યા હતા.જાણવા મળ્યા મુજબ હોસ્પિટલમાં 76 દર્દીઓ દાખલ હતા જેમાંથી 73 કોરોનાથી સંક્રમિત હતા.

Share Now