કેવી વિકટ સ્થિતિ છે! ‘આરોગ્ય મંત્રી’ ને શોધવા પોસ્ટર લગાવવા પડે છે..

313

સુરત : ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ ખુબ જ ખરાબ થઈ રહી છે.શહેરમાં કોરોનાના કેસ વધતા સારવાર માટે જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના ગાયબ થવાનું પોસ્ટર સુરતમાં ચર્ચાનો વિષય બન્યું છે.તેમના ગુમ થયાના પોસ્ટરો શહેરમાં દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે.

સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સારૂ પ્રદર્શન કર્યુ હતું,આમ આદમી પાર્ટી સુરત કોર્પોરેશનમાં વિપક્ષમાં બેઠી છે.સુરતમાં સત્તા પર રહેલી ભાજપ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.કોરોનાની યોગ્ય રીતે સારવાર મળતી નથી અને હોસ્પિટલોમાં પણ અણઘડ વહીવટ થતો હોવાનું ધ્યાનમાં આવ્યુ છે.આમ આદમી પાર્ટી દ્વારા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને આ મામલે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતા પણ કઇ પગલા ભરવામાં આવ્યા નહતા.

આમ આદમી પાર્ટી દ્વારા તે બાદ શહેરના ખુણે ખુણામાં જાહેર જગ્યાઓ પર આરોગ્ય મંત્રી ખોવાયા છેના મોટા મોટા બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં “આરોગ્ય મંત્રી ખોવાયા છે.જે કોઇને મળે તે સુરત સિવિલ હોસ્પિટલ પહોચાડવા વિનંતી.

આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય છે આમ સુરત તેમનું હોમ ગ્રાઉન્ડ કહી શકાય છે જોકે તેઓ કેટલા સક્રિય છે તે કેવું ઘણું મુશ્કેલ છે ત્યારે આજે બપોરે કુમાર કાનાણી એ પોતાના ફેસબુક પેજ ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે આ વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી અને કેટલાક તેમના વિરોધીઓ સતત ફોન કરીને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કાનાણીનું કહેવું છે કે ફોન કરનાર અપશબ્દો બોલે છે ગાળાગાળી કરે છે જે પાછળનો ઉદ્દેશ મને ઉશ્કેરવાનો છે.

Share Now