ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી પોલીસને શંકાસ્પદ ગાડીમાંથી સાડા ચાર કરોડ રૂપિયા રોકડા મળ્યા

315

– પકડાયેલી ગાડી દિલ્હીથી ગુજરાત આવી હતી અને પકડાયેલા લોકો ગુજરાતી છે,એક પાટણ અને એક ઉંઝાનો નિવાસી છે,તપાસ ચાલુ છે

કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં પણ કેટલાક લોકો પિયાની હેરાફેરી કરતા જોવા મળે છે.રાજસ્થાનને અડીને આવેલી ગુજરાતની બોર્ડર પરથી એક શંકાસ્પદ ગાડીને પોલીસે પકડી હતી અને તેમાંથી સાડા ચાર કરોડ પિયા રોકડા મળી આવ્યા છે. પોલીસને આ રૂપિયા ગણતાં દોઢ દિવસ થયો હતો.

મળેલી બાતમીના આધારે રાજસ્થાન બોર્ડરે પોલીસે ચોકી પહેરો કરીને વાહનોનું ચેકીંગ શ કયુ હતું જેમાં પોલીસને શઆતમાં કઇં શંકાસ્પદ મળ્યું ન હતું પરંતુ વધારે તપાસ કરતાં તેમાંથી મોટી રકમ રોકડમાં મળી આવી હતી.આ રૂપિયા કયાંથી આવ્યા અને કયાં જવાના હતા તેની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે દિલ્હીથી આવેલા આ ગાડી ગુજરાતમાં પ્રવેશી હતી.આ રૂપિયા કોના છે અને કોણે મોકલ્યા છે તે સત્ય હજી બહાર આવ્યું નથી.

પોલીસને ગાડીની નીચેથી છૂપાવેલા પિયા મળ્યા હતા.ગુજરાતની રતનપુરમાં આવેલી બોર્ડર પર નાકાબંધી કરીને પોલીસે આ ગાડીની તપાસ કરી હતી.પોલીસ અધિકારી મનોજ સમરીયાના કહેવા પ્રમાણે પકડાયેલા બે વ્યકિત ગુજરાતી છે.રણજીત રાજપૂત પાટણનો અને નિતીન પટેલ ઐંઝાનો રહેવાસી છે.બન્ને આટલી મોટી રકમ કયાં લઇ જઇ રહ્યાં હતા તેની તપાસ ચાલી રહી છે.પોલીસને આ પિયા હવાલાના હોય તેમ લાગી રહ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક ગાડીની તપાસ કરતાં સીટની નીચે બનાવેલા ખાનામાંથી નોટોના બંડલ મળ્યા હતા.ગાડીના ચાલકને પૂછતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.નોટોથી ભરેલી ગાડી કબજે કરીને બન્નેની અટકાયત કરવામાં આવી છે.મળેલા પિયાની ગણતરી કરતાં સ્ટાફને દોઢ દિવસ લાગ્યો છે.

Share Now