
– સુરતનો ગઢ ગુમાવવો પાલવે તેમ નથી
– AAPના પ્રભાવવાળા વોર્ડને લીધાં ભાજપે દત્તક
– લોકોનો રોષ ઠારવા ભાજપની નવી રણનીતિ
– નારાજગી પછી ભાજપનું શાણપણ
સુરત : સુરતની મનપામાં આઠ વોર્ડની ભાજપનો ધબડકો પડ્યો હતો ત્યારે હવે નવી રણનીતિ પર કામ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત આવતા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.આ પહેલા આ જ વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને બમ્પર જીત મળી હતી અને શહેરથી લઈને ગ્રામીણ વિસ્તારમાં ભગવો લહેરાયો હતો.ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળી પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીએ પણ ધમાકેદાર એન્ટ્રી કરી,જે બાદ ભાજપે નવી રણનીતિ અપનાવી છે.
આગામી ચૂંટણીમાં પ્રજાનો રોષ ખાળવા માટે ભાજપ દ્વારા પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેમઆઆ લોકોને રીઝવવા માટે ભાજપના પદાધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.હાલમાં જ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતની મનપામાં આઠ વોર્ડની ભાજપનો ધબડકો પડ્યો હતો ત્યારે હવે નવી રણનીતિ પર કામ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.
મનપાની ચૂંટણીમાં નુકસાન થયું છે તેવા વોર્ડને ભાજપે લીધાં દત્તક
મનપાની ચૂંટણીમાં થયેલા નુકસાનને જોતાં ભાજપે હવે 8 વોર્ડને દત્તક લીધા છે.મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાએ વોર્ડ દત્તક લીધા છે જેમાં વોર્ડ નંબર 7, 8, 2, 3, 4, 5, 16 અને 17નો સમાવેશ થાય છે.
સુરતવાસીઓનું દિલ જીતવા ભાજપની રણનીતિ
દત્તક લેવાયેલા વોર્ડમાં ભાજપ નેતાઓ લોકોના પ્રશ્નોને સાંભળશે અને તે નિરાકરણ કરી લોકોને આકર્ષવા કરશે પ્રયાસ કરશે.મનપાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 120નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે આમ આદમી પાર્ટીના કારણે પૂર્ણ ન થઈ શક્યું.