ગુજરાત કેડરના બે IPSને નવો ઓર્ડર ના થાય તો વયનિવૃત્તી સુધીનું પોસ્ટીંગ, CBI સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે રાખવાનો હુકમ

313

ગુજરાત કેડરના 1988 બેચના બે આઈપીએસ અધિકારી અતુલ કરવાલ અને પ્રવિણ સિંહાને વય નિવૃત્તી સુધી તેઓ જે પોસ્ટ પર છે ત્યાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. SVPNPA( સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી)ના ડાયરેક્ટર તરીકે તહેનાત અતુલ કરવાલને માર્ચ,2024 સુધી તેમજ પ્રવિણ સિંહાને માર્ચ,2022 સુધી સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.આ હુકમ જો નવો કોઈ હુકમ ના થાય તો માન્ય રહેશે તેમ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાત કેડરના 1988 બેચના આઈપીએસ પ્રવીણસિંહા સીબીઆઈમાં મુકાયા તે પહેલા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં એડીશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચુક્યા હતા.ગુજરાતમાં તેઓ જૂદી જૂદી પોસ્ટ પર પોતાની સેવા આપી છે.સીબીઆઈ ડાયરેક્ટર તરીકે તેઓ હાલમાં એક્ટર સુશાતસિંગ રાજપૂત આત્મહત્યા કેસ અને કોલસા કૌભાંડ કેસનું સુપરવિઝન કરી રહ્યા છે.આઈપીએસ અતુલ કરવાલ ડીસેમ્બર, 2019માં SVPNPAમાં ડાયરેક્ટર પદે જોડાયા હતા.

ગુજરાતમાં અતુલ કરવાલે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ગુજરાતના વલસાડ,રાજકોટ ગ્રામ્ય,પોરબંદર,જૂનાગઢ,મહેસાણા જીલ્લાઓમાં ફરજ બજાવી છે.ડીસીપી તરીકે વડોદરા,સુરત અને અમદાવાદમાં ફરજ બજાવી ચુક્યા છે. 2008માં માઉન્ડ એવરેસ્ટ સર કરવાનું અભિયાન પુરુ કરનાર અતુલ કરવાલ ગુજરાત કેડરના પ્રથમ આઈપીએસ અધિકારી છે.

Share Now