સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટેટ TB ઓફિસર સાથે દક્ષિણ ગુજરાતના અધિકારીઓની બેઠક યોજાઇ

561

– શંકાસ્પદ ટીબીના 1400 જેટલા દર્દી હોવાની શક્યતા પર ચર્ચા થઈ

સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાતે સ્ટેટ ટીબી ઓફિસર સાથે દક્ષિણ ગુજરાતના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી.ટીબી અંગેની કામગીરી અને એલિમિનેશન બાબતે આયોજિત આ બેઠકમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં ટીબીના કેસ વધુ જોવા મળી રહ્યા છે.જ્યારે કોરોના દદીઓની સારવાર દરમિયાન સુરતમાં શંકાસ્પદ ટીબીના 1400 જેટલા દર્દી હોવાની શક્યતા પર ચર્ચા કરાઈ હતી.

કોરોના બીજી લહેરમાં કોરાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હતો.તે સમયે ટીબીના કેસ ઓછા હતા.પણ કોરોના કેસ ઘટતા ટીબીના કેસમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે.કોરોના સારવાર દરમિયાન દર્દીને એકસ-રે,સી.ટી સ્કેન વખતે અમુક વ્યકિતમાં શંકાસ્પદ ટીબીના લક્ષણો જોવા મળ્યા હતાં.ગુજરાતમાં કોરોના સપડાયેલા દર્દીઓમા એક ટકા શંકાસ્પદ ટીબીની ઝપેટમાં આવ્યા હોવાની શકયતા છે. સુરત અને જીલ્લામાં કોરોનામાં કુલ 143438 કેસ નોંધાયા છે.તે પૈકી અંદાજીત 1400 દર્દીને શંકાસ્પદ ટી.બીમાંની શક્યતા ડોકટરે દર્શાવી છે.ટીબી અંગે અંધશ્રધ્ધા છોડવી જરુરી છે.આ રોગ ચેપી છે,તેની સારવાર નહી કરાય તો બીજામાં ફેલાઇ શકે છે.

નવી સિવિલના ગર્વમેન્ટ મેડીકલ કોલેજ ખાતે સ્ટેટ ટીબી ઓફિસર ડો.સતીશ મકવાણા, કોલેજ ડિન ઋતંભરા મહેતા,સિવિલના વિવિધ વિભાગના વડા, સ્મીમેરના તબીબી અધિક્ષક,ડોક્ટર્સ, મ્યુનિ.ના ટી.બી અધિકારી તેમજ સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના ટી.બી અધિકારીઓની આજે સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં ટીબીના દર્દીઓને શોધવા,સરકારની સહાય યોજના,કાઉન્સિલિંગ અને વર્ષ 2025 સુધીમાં ટીબી એલિમિનેશન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Share Now