વલસાડ : વલસાડના વાપીમાં સરવૈયા નગરમાં 3 દિવસ પહેલા હત્યા અને લૂંટની ઘટનામાં વલસાડ પોલીસને સફળતા મળી ગઇ છે.આ ઘટનામાં જમાઇ જ જમ બન્યો હતો અને દાદી સાસુની હત્યા કરી ઘરમાં લૂંટ ચલાવી ફરાર થયો હતો.વલસાડ પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા સરવૈયા નગરમાં રહેતા 68 વર્ષીય અમીનાખાતુન તેના દીકરા અને પરિવાર સાથે રહેતા હતા. 22 જુલાઈએ બકરી ઇદના દિવસે દીકરો તેના પરિવાર સાથે તેના સાસરે ગયો હતો. 23 જુલાઈના રોજ અમીના ખાતુનના દીકરાની દીકરીનો પતિ અચાનક ઇદ મુબારક કરવા ઘરે આવી પહોંચ્યો હતો.ઘરના જમાઈને ઇદના બીજા દિવસે ઘરે આવતા જોઈને વૃદ્ધાએ જમાઈને આવકાર આપ્યો હતો.દાદી સાસુએ જમાઈ માટે રસોડામાં સેવૈયા કાઢી રહી હતી.તે દરમિયાન જમાઈએ દાદી સાસુને ગળે ફુટો આપીને વૃદ્ધાની હત્યા કરી હતી.
આ ઘટનામાં હત્યા બાદ જમાઈને ઘરમાં ક્યાં ઘરેણાં મુકવામાં આવે છે.જેની ખબર હોવાથી ઘરેણાં અને રોકડા રૂ.2 લાખ મળી કુલ 4 લાખની લૂંટ ચલાવી હતી.વૃદ્ધા જીવતી હોવાની બીકે જમાઈએ દાદી સાસુને છરીના 25 ઘા માર્યા હતા.ઘરમાંથી લૂંટ ચલાવી ભાગી ગયો હતો.બનાવની જાણ વાપી પોલીસે થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી.
વલસાડ પોલીસની ટેક્નિકલ એનાલિસિસ,મોબાઈલ નેટવર્ક એનાલિસીસી તેમજ બાતમીદારોની મદદ વડે આરોપીનું પગેરું મેળવી આરોપીઓને ઝડપી પાડયા ચક્રો ગતિમાન કર્યા હતા.જેમાં રસોડાના પ્લેટફોર્મ ઉપર સેવૈયા ભરેલા કાંચના ગ્લાસને જોઈને પોલીસને કોઈક પરિવારનો સભ્ય અથવાતો ખાસ ઓળખ ધરાવનાર વ્યક્તિએ હત્યા કરી હોવાની આશંકા દેખાઈ રહી હતી.જેના આધારે વલસાડ પોલોસે મુંબઈથી આરોપીના હજારેથી આરોપી મોહમદ અનિસ મુનાવર ખાન જે મુંબઈ ખાતે AC રિપેરીંગનું કામ કરનાર છે.તેમજ તેના લગ્ન ઓગષ્ટ 2020માં અમીનાખાતુનના દીકરાના દીકરી સાથે થયા હતા.
પોલીસે આરોપીને મુંબઈ તેના ઘરેથી ઝડપી પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબુલ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ LCB અને SOGની ટીમેં ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી હતી.