હવે કંગના કોર્ટમાં હાજર ના રહીં તો તેની સામે અરેસ્ટ વોરંટ કાઢીશું, કોર્ટની ચેતવણી

205

નવી દિલ્હી,તા.14 સપ્ટેમ્બર : ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના સામે માનહાનિનો દાવો કર્યો છે. આજે આ કેસની સુનાવણી હતી પણ કંગના કોર્ટમાં પહોંચી નહોતી.જ્યારે જાવેદ અખ્તર તેમના પત્ની શબાના આઝમી સાથે કોર્ટમાં પહોંચ્યા હતા.

કંગનાના વકીલે કહ્યુ હતુ કે, કંગનાની તબિયત ખરાબ હોવાથી તે હાજર રહી શકી નથી. તેનામાં કોવિડ જેવા લક્ષ્ણો જોવા મળ્યા છે.તેને કોરોનાનો ટેસ્ટ કરવાનો છે.એટલે આજે કોર્ટ સુનાવણીમાંથી મુક્તિ આપે તેવી અપીલ છે.બીજી તરફ જાવેદ અખ્તરના વકીલે કહ્યુ હતુ કે, સંખ્યાબંધ વખત નોટિસ આપ્યા પછી પણ કંગના આવી રહી નથી અને જાવેદ અખ્તર દરેક સુનાવણીમાં હાજરી આપી રહયા છે.આ કેસને જાણી જોઈને વિલંબમાં નાંખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ સાથે ન્યાયિક વ્યવસ્થાનુ સન્માન કરાઈ રહ્યુ નથી.હવે કોર્ટે 20 સપ્ટેમ્બરે આગામી સુનાવણી રાખી છે.સાથે સાથે ચેતવણી આપી છે કે, કંગના હાજર નહીં રહે તો તેની સામે અરેસ્ટ વોરંટ કાઢવામાં આવશે.

Share Now