ગાંધીનગર કોર્પોરેશનના 11 વોર્ડની 44 બેઠકો માટે 127માંથી 32 ઉમેદવાર ધો.10થી ઓછું ભણેલા

644

ગાંધીનગર કોર્પોરેશનના 11 વોર્ડની 44 બેઠકો માટે રવિવારે મતદાન થશે.ગાંધીનગર આ વખતે ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીય જંગ જેવી સ્થિતિ છે. 44 બેઠક માટે ભાજપ-કોંગ્રેસ તમામ બેઠકો પર જ્યારે આપ દ્વારા 39 બેઠકો પર ઉમેદવારો ઉભા રખાયા છે.ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના કુલ 127 ઉમેદવારોની સંપતિ,અભ્યાસ,ઉંમર સહિતના ફેક્ટરની વાત કરીએ તો. 127 ઉમેદવારોમાંથી 45 ઉમેદવારો કરોડપતિ છે.ત્રણ પક્ષ ભાજપ-કોંગ્રેસ અને આપના કુલ 127 ઉમેદવારોમાંથી 50 ઉમેદવારો ગ્રેજ્યુએટ કે તેનાથી વધુ ભણેલા છે. 28 ઉમેદવારો ધોરણ-12 સુધી, 17 ઉમેદવારો ધોરણ-10 સુધી અને 32 ઉમેદવારો ધોરણ-10થી પણ ઓછું ભણેલા છે.

ભાજપ 14 ઉમેદવારો 50થી વધુ ઉંમરના, 40 વર્ષથી નીચેના 28 જ

ભાજપના 44 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારોના પરિવાર પાસે 1 કરોડથી લઈને 45 કરોડ સુધીની સંપતિ છે.સૌથી ઓછી સંપતિ 2.30 લાખ વોર્ડ નં-8ના ઉષાબેન ઠાકોરે દર્શાવી છે.લખપતીમાં 6ની સંપતિ 50 લાખથી વધુ છે. 9ની સંપતિ 20 લાખથી લઈને 47 લાખ છે.જ્યારે બાકીના છ ઉમેદવારોની સંપતિ 3 લાખથી લઈને 17 લાખ છે.

44માંથી 28 ઉમેદવાર કોલેજથી ઓછું ભણેલા : 14 તો ધો. 12 પાસ

અભ્યાસની વાત કરીએ તો ભાજપના ઉમેદવારોમાં એક 6 ધોરણ પાસ, એક 7 ધોરણ પાસ, એક 8 ધોરણ પાસ, પાંચ 9 ધોરણ પાસ, પાંચ 10 ધોરણ પાસ, 14 ઉમેદવાર 12 ધોરણ પાસ તથા 16 ઉમેદવારોએ કોલેજ તથા તેનાથી વધુ અભ્યાસ કર્યો છે.જેમાં સૌથી વધુ એમડી મેડિસીન સુધીનો અભ્યાસ વોર્ડ નં-9ના ઉમેદવાર ડો. સંકેત પંચાસરા દર્શાવ્યો છે.વોર્ડ નં-4 ઉમેદવાર દક્ષા મકવાણાએ અભ્યાસ દર્શાવ્યો નથી.

14 ઉમેદવારો 50 વર્ષથી વધુ ઉંમરના

કુલ 44 ઉમેદવારોમાં 14 ઉમેદવારો 50 વર્ષથી વધુ, 19 ઉમેદવારો 40થી 50ની વચ્ચે તથા 11 ઉમેદવારો 28થી 40 વર્ષની વચ્ચેના છે.ભાજપના ઉમેદવારોમાં 58 વર્ષની ઉંમર સાથે સૌથી મોટા વોર્ડ નં-6ના મફાભાઈ દેસાઈ તથા વોર્ડ નં-9ના રાજુ પટેલ છે.

22 કરોડપતિ ઉમેવાદરો

​​​​​​​કોંગ્રેસ 08 ઉમેદવાર 50થી વધુ ઉંમરના, 35 વર્ષથી નીચેના 8 જ

કોંગ્રેસના 44 ઉમેદવારોમાંથી 15 ના પરિવારો પાસે 1 કરોડથી લઈને 10 કરોડ સુધીની સંપતિ છે. 29 ઉમેદવારોની સંપતિ 1.70 લાખથી લઈને 93 લાખ સુધીની છે.જેમાં 9 ઉમેદવારોની સંપતિ 53 લાખથી લઈને 93 લાખ સુધી છે. 4 ઉમેદવારોની ની સંપતિ 34થી લઈને 41 લાખની વચ્ચે છે, 7 ઉમેદવારોની સંપતિ 10 લઈને 17 લાખ સુધીની છે.

16 જ કોલેજ કે તેનાથી વધુ ભણેલા : 1 ઉમેદવાર ધો. 1 સુધી જ

7 ઉમેદવારો 10 પાસ, 6 ઉમેદવારો 12 પાસ, 16 ઉમેદવારો કોલેજ અને તેનાથી વધુ ભણેલા છે. 9 ઉમેદવારો 9 પાસ છે. 1 ઉમેદવાર 11, 1 ઉમેદવાર 8 પાસ, 1 ઉમેદવાર 6 પાસ, 1 ઉમેદવાર 2 ધોરણ પાસ છે.સૌથી ઓછું ભણેલામાં વોર્ડ નં-6ના વર્ષાબેન હિતેશકુમાર ઝાલા છે.જેઓએ 1 ધોરણ પુરૂ કર્યું ન હોવાનું દર્શાવ્યું છે.

કોંગ્રેસમાં 29થી લઈને 60 વર્ષ સુધીના ઉમેદવાર

કોંગ્રેસમાં ઉંમર પ્રમાણે 44માંથી 8 ઉમેદવારો 29થી 35 વર્ષની વચ્ચેના છે. 28 ઉમેદવારો 36થી લઈને 50 વર્ષની વચ્ચેના છે જ્યારે 8 ઉમેદવારો 51થી લઈને 60 વર્ષની વચ્ચેના છે. 29 વર્ષ સાથે સૌથી નાના ઉમેદવાર વોર્ડ નં-3ના મેહુલ ગામિત છે જ્યારે 60 વર્ષ સાથે વોર્ડ નં-10ના ઉમેદવાર મુકેશકુમાર કનૈયાલાલ શાહ સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે.

15 કરોડપતિ ઉમેદવારો!

​​​​​​​આપ 04 ઉમેદવારો 50થી વધુ ઉંમરના, 30 વર્ષની નીચેના 11

આમ આદમી પાર્ટીમાં કુલ 39 ઉમેદવારો છે જેમાંથી 9 કરોડપતિ છે, 4 ઉમેદવારોની સંપતિ 33થી 91 લાખ વચ્ચે છે. 3 ઉમેદવારોની સંપતિ 23થી 39 લાખ છે. જ્યારે 6:50થી 15 લાખ વચ્ચે સંપતિ ધરાવતા 6 ઉમેદવારો છે. 10 ઉમેદવારોએ 5 લાખ કરતાં ઓછી સંપતિ દર્શાવી છે.

30 વર્ષની નીચેના 11 ઉમેદવાર, બે 23 વર્ષના ઉમેદવારો મેદાનમાં

આપ દ્વારા ઉતારાયેલા 39 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારો 30 વર્ષની નીચેના છે, જેમાં વોર્ડ નં-7 તથા વોર્ડ નં-3ના બે ઉમેદવારો માત્ર 23 વર્ષના જ છે. તો 22 ઉમેદવારો 31થી 49 વર્ષની વચ્ચેના છે. 4 ઉમેદવારો 50થી 52 વર્ષની વચ્ચેના છે.

39માંથી 18 ઉમેદવાર ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા

આપના 39 ઉમેદવારોમાં 18 ઉમેદવારો ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા છે. 8 ઉમેદવારો 12 પાસ જ્યારે 5 ઉમેદવારો 10 પાસ છે. 8 ઉમેદવારો 10 ધોરણથી પણ ઓછું ભણેલા છે.જેમાં વોર્ડ નં-4ના વંદનાબેન પોપટજી ઠાકોર સૌથી ઓછુ ધોરણ-3 પાસ છે જ્યારે વોર્ડ નં-11ના નારણભાઈ રણછોડભાઈ પટેલએ અભ્યાસ દર્શાવ્યો નથી.

15 ઉમેદવારોના પરિવારમાં કાર, 8ને ત્યાં ટુ વ્હીલર

15 ઉમેદવારોના પરિવારમાં કાર છે, જોકે લક્ઝુરિયસ કાર નથી. 12ના પરિવાર પાસે ટુ વ્હીલર છે,જ્યારે 5 જેટલા ઉમેદવારોએ કોઈ વાહનો દર્શાવ્યા નથી. ત્રણ ઉમેદવાર સામે ગુના નોંધાયેલા છે,જેમાં એક ઉમેદવાર સામે 498,એક સામે સ્ત્રી સાથે જાતિ હિંસાનો ગુનો નોંધાયેલો છે.તો વોર્ડ નં-8ના આશિષબેન ઝાલા સામે 2017માં સાણંદ ખેડૂત આંદોલન સમયે બોમ્બે પોલીસ એક્ટ-135 અંતર્ગત ગુનો નોંધાયેલો છે.

Share Now