ગાંધી જયંતિ : ટ્વિટર પર ટ્રેન્ડ થયું ‘ગોડસે ઝિંદાબાદ’

211

આજે ગાંધી જયંતિ નિમિતે ટ્વિટર પર ગોડસે ઝિંદાબાદ ટ્રેન્ડ થયું જોવા મળે છે.મોટા ભાગના લોકોને ખબર હશે કે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા નાથુરામ ગોડસેએ કરી હતી.આજે તેના જન્મદિવસ નિમિતે ટ્વિટર પર તેનું નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ગાંધી જયંતી નિમિત્તે સોશિયલ મીડિયા પર ‘ગોડસે ઝિંદાબાદ’ના ટ્રેન્ડ પર નારાજગી વ્યક્ત કરી છે.વરુણ ગાંધીએ કહ્યું કે જે લોકો ‘ગોડસે ઝિંદાબાદ’ ના ટ્વીટ કરી રહ્યા છે,આ લોકો બેજવાબદારીપૂર્વક દેશને શરમાવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે 30 જાન્યુઆરી 1948 ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી.આ માટે ગોડસેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

વરુણ ગાંધીએ ટ્વિટ કર્યું, ‘ભારત હંમેશા આધ્યાત્મિક મહાસત્તા રહ્યું છે.પરંતુ મહાત્મા ગાંધીએ તેમના અસ્તિત્વ દ્વારા આપણા રાષ્ટ્રનો આધ્યાત્મિક પાયો નાખ્યો છે અને દેશને નૈતિક સત્તા આપી જે આજે પણ આપણી સૌથી મોટી તાકાત છે.’

India has always been a spiritual superpower,but it is the Mahatma who articulated our nation’s spiritual underpinnings through his being & gave us a moral authority that remains our greatest strength even today.Those tweeting ‘Godse zindabad’ are irresponsibly shaming the nation

ગાંધી જયંતી પર ‘ગોડસે ઝિંદાબાદ’ ટ્રેન્ડ થયું

2 ઓક્ટોબરનો દિવસ ભારત માટે ખૂબ મહત્વનો છે.મહાત્મા ગાંધીનો જન્મ આ દિવસે 1869માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. 2 ઓક્ટોબર દર વર્ષે ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે.ગાંધી જયંતિ નિમિત્તે નાથુરામ ગોડસે ઝિંદાબાદ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. 61 હજારથી વધુ લોકોએ આ અંગે ટ્વિટ કર્યું છે. આ લોકો નાથુરામ ગોડસેના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે.જોકે, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ ટ્રેન્ડની ટીકા પણ કરી હતી.

Share Now