મને વચેટીયાઓ પૈસા માગતા હોવાના ફોન આવ્યા છે: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

704

રાજ્યમાં સરકારી કામ કરાવવા માટે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વહેલી સવારથી જ પોતાના કામ માટે લોકો સરકારી કચેરીની બહાર લાંબી લાઈનો લગાવીને ઉભા રહી જાય છે.બીજી તરફ કેટલાક સરકારી અધિકારીઓ લોકોના કામ કરવા માટે લાંચની માગણી કરે છે.રાજ્યમાં ઘણી વખત સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાયા હોવાના કિસ્સાઓ પણ તમે આવ્યા છે.ત્યારે મહેસૂલ વિભાગમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બે દિવસ પહેલા એવું નિવેદન આપ્યું હતું કે, મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા કોઇ પણ કર્મચારી કે પછી અધિકારી કામ કરવા માટે પૈસાની માગણી કરે તો અરજદારે તેના મોબાઇલમાં વીડિયો ઉતારીને મહેસૂલ વિભાગને મોકલી આપવાનો રહેશે અને ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદન બાદ લોકો તેમને સુધી ફરિયાદો કરી રહ્યા છે.અરજદારો પાસેથી કેટલાક વચેટીયાઓ કામ કરાવવા માટે પૈસાની માગણી કરતા હોવાની વાત મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સુધી પહોંચતા તેઓ લાલ પીળા થઇ ગયા હતા.તેમને સાફ શબ્દોમાં એવું કહ્યું હતું કે, મારી પાસે કેટલાક લોકોના ફોન આવ્યા જેમાં વચેટિયા પૈસાની માગણી કરતા હોવાનું લોકોએ મને જણાવ્યું હતું.

આ બાબતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ જગ્યા પર ખોટું ચલાવી લેશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શી વહિવટમાં માને છે. ક્યાંક ખોટું થતું હોય કે, પછી જનસેવા માટે પૈસા લેવાતા હોય તો તે પ્રક્રિયાનો વીડિયો ઉતારી મંત્રી કાર્યાલય ખાતે મોકલવામાં આવે.તેથી તુરંત કાર્યવાહી કરી શકાય મહેસૂલ વિભાગ કોઈ પણ વ્યક્તિને બક્ષવા માગતો નથી.ક્યાંક ખોટું થતું હશે તો અમે ચલાવી લઈશુ નહીં.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે, મહેસૂલ વિભાગમાં કામ કરવા આવતા લોકો પાસેથી જે લોકો તેવો પૈસાની માગણી કરે છે તેની સામે કાર્યવાહી કરવા માટે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગૃહ વિભાગની મદદ લઈ શકે છે.મહત્ત્વની વાત છે કે, જ્યારે પણ સરકારી અધિકારી લાંચ લેતા પકડાયા છે ત્યારબાદ તેની ઊંડી તપાસ કરતા અધિકારી પાસેથી લાખોની બેનામી સંપતિ મળી આવે છે.

Share Now