પલસાણાનો માથા ભારે બુટલેગર રાકેશ લંગડો તમંચા અને કારતૂસ સાથે ઝડપાયો

254

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ખાતેથી જાહેર માંથી પોલીસે બાતમી આધારે નંબર વગરની ગાડી માંથી હાથ બનાવતો દેશી તમંચો અને જીવતા કાર્ટુસ સાથે લિસ્ટેડ બુટલેગર રાકેશ લંગડા ને ઝડપી પાડયો હતો.

મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ એલ.સી.બી સુરત ગ્રામ્ય પોલીસના માણસો કડૉદરા પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમા ઉપરોક્ત સુચના અને માર્ગદર્શન સબંધમા પેટ્રોલીગમા હાજર હતા.દરમ્યાન એલ.સી.બી સુરત ગ્રામ્યના એ.એસ.આઇ. અજયભાઇ રામલાલ તથા એ.એસ.આઇ. મુકેશભાઇ જયદેવભાઇ નાઓને સયુક્ત રીતે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે ” પલસાણા શોપીંગ સેન્ટરમાં રહેતો રાકેશ લંગડો જે પોતાના કબ્જાની એક મહીન્દ્રા XUV500 ગાડી લઇ પલસાણા ચાર રસ્તા ભીંડી બજાર નહેરની બાજુમાં ઉભેલ છે.અને તેણે પોતાની ગાડીમાં દેશી હાથ બનાવટનો તમંચો સંતાડેલ છે.જેણે પીળા રંગની હાફ બાયની ટીશર્ટ તથા પીળા રંગનુ ટ્રેક પેન્ટ પહેરેલ છે “ તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જેથી બાતમી હકિકતના આધારે મોજે પલસાણા ચાર રસ્તા ભીંડીબજારમાં નહેર પાસે જતા બાતમી વર્ણનવાળી મહીન્દ્રા XUV500 ગાડી જણાઇ આવતા તે ગાડીને કોર્ડન કરી લઈ તેના ચાલકની અંગઝડતી કરતા તેના પેન્ટના ખીસામાંથી અએક જીવતો કારતુસ તથા ગાડીના ભાગે તપાસ કરતા ડ્રાઇવીંગ શીટની નિચે મેટીન નિચેથી પ્લા.ની થેલીમાં એક દેશી હાથ બનાવટનો તમંચો ( હથિયાર ) મળી આવ્યો હતો પોલીસે આરોપી રાકેશ ઉર્ફે રાકેશ લંગડો અવધેશ યાદવ (ઉ.વ .35 ધંધો – પશુપાલન રહે . હાલ , પલસાણા શોપીંગ સેન્ટર , અમન સોસાયટી પ્લોટ નં .૪૨ તા.પલસાણા જી.સુરત મુળ રહે . દિહુલીગામ પોષ્ટ ઓવાર , થાના રફીગંજ જી.ઔરંગાબાદ ( બિહાર ) તેમજ આ ગુન્હામાં રાજેશ ભુમિહાર રહે . મદનપુર જી.ગયા ( બિહાર ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે આરોપી વિરૂધ્ધમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી પલસાણા પો.સ્ટે . ખાતે ગુનો રજી . કરાવી આરોપી મુદ્દામાલ સુપ્રત કરવાની તજવીજ હાથધરી છે.અત્રે ઉલેખનીય છે કે રાકેશ લંગડો માથા ભારે બુટલેગર છે મારા મારી તેમજ વિદેશી દારૂ ની હેરફેરીના અનેક ગુના તેની સામે નોધાયા છે.

Share Now