
અમદાવાદ, તા. 22 માર્ચ 2022, મંગળવાર : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાનું સસ્પેન્સ યથાવત છે.આ માટે તેને કાનૂની પગલું ભર્યું છે. 2015માં વિસનગર તોફાનોના કેસમાં 2 વર્ષની સજા થઈ છે.જોકે,હાર્દિક પટેલ અત્યારે આ કેસમાં જામીન પર છે.આ કેસમાં તે દોષિત ઠર્યો હોવાથી તે ચૂંટણી લડવા અયોગ્ય છે.તે પોતાનો દોષ સ્થગિત કરવા માંગે છે.જેથી તે ચૂંટણી લડી શકે.પરંતુ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ટળી છે.આ અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે ટળી ગઈ છે.