ઉત્તરપ્રદેશ,તા.25 માર્ચ 2022,શુક્રવાર : યુપી સીએમ તરીકે બીજી વખત યોગી આદિત્યનાથ શપથ લેવા જઈ રહ્યા છે.જેમાં પીએમ મોદી સહિતના ભાજપના ટોચના નેતાઓ તો હાજર રહેવાના જ છે પણ વિપક્ષના દિગ્ગજ નેતાઓને પણ આજે યોગી આદિત્યનાથના યુપી સીએમ તરીકેના સોગંદવિધિ સમારોહના આમંત્રણ આપવામાં આવ્યા છે.
જે નેતાઓને આમંત્રણ અપાયા છે તેમના નામ આ પ્રમાણે છે
સોનિયા ગાંધી
પ્રિયંકા ગાંધી
રાહુલ ગાંધી
મુલાયમસિંહ યાદવ
અખિલેશ યાદવ
માયાવતી
આ પૈકીના અખિલેશ યાદવ,મુલાયમસિંહ યાદવ અને માયાવતીને યોગીએ પોતે ફોન કરીને હાજર રહેવા માટે આમંત્રણ આપ્યુ છે.જોકે આ પૈકીના કયા નેતાઓ હાજર રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
જે ફિલ્મી હસ્તીઓને આમંત્રણ અપાયુ છે તેમના નામમાં અમિતાભ બચ્ચન,કંગના રણૌત,અનુપમ ખેર સામેલ છે.
ગયા વખતે જ્યારે યોગીએ સીએમ તરીકે શપથ લીધા હતા ત્યારે અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ હાજર રહ્યા હતા પણ આ વખતે અખિલેશ યાદવે તો પહેલા જ કહ્યુ છે કે,હું સમારોહમાં હાજર નહીં રહું.
માયાવતીએ જોકે પોતે હાજર રહેશે કે નહીં તે સ્પષ્ટતા હજી કરી નથી.
યુપી ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનાર કોંગ્રેસના કોઈ મોટા નેતા સમારોહમાં સામેલ થાય તેવી શક્યતાઓ ઓછી જ છે.