નવસારી સબજેલમાં મહીલા કેદી નું મોત

175

નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી પો.સ્ટે ના દારૂના વેચાણના ગુનામાં ઝડપાયેલી મહીલા કેદી હાલ નવસારી સબજેલ ખાતે જ્યુડિશલ કસ્ટડી હોય ત્યાં અચાનક હાર્ટ અટેક આવતા મોત નીપજયું હતું 54 વર્ષીય નયનાબેન નરોત્તમભાઈ ટંડેલ (રહે વિજલપુર ધીરુભાઈ વાડી)ને આજે વહેલી સવારે સાડા છ વાગ્યે જેલમાં ગભરામણ ની ફરિયાદ કરી હતી જેથી જેલનાસત્તાધીશો તાત્કાલિક જાપ્તા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા બાદ 6:50 એ તબીબોએ સારવાર દરમિયાન મૃત ઘોષિત કર્યા હતા બનાવ ની જાણ થતાં ઉચ્ચ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

Share Now