રાજસ્થાનમાં મંદિર પર ચાલ્યુ બુલડોઝર : 300 વર્ષ જુના શિવમંદિરની મૂર્તિઓ કટર વડે કપાઈ

138

નવી દિલ્હી, 22 એપ્રિલ 2022, શુક્રવાર : દેશની રાજકીય રાજધાની ગણાતા ઉત્તરપ્રદેશથી શરૂ થયેલ બુલડોઝર યાત્રા મધ્યપ્રદેશ ગુજરાત થઈને દિલ્હી સુધી પહોંચી હતી.જોકે હવે રાજસ્થાનમાં પણ આ બુલડોઝર પહોંચ્યું છે.રાજસ્થાનમાં રાજગઢમાં એક જૂના મંદરિને બુલડોઝર દ્વારા તોડી પડાયું છે.આ શિવ મંદિર લગભગ 300 વર્ષ જૂનું હતુ.મંદિર પર બુલડોઝર પહોંચતા ભાજપ અને હિંદુ સંગઠનો ગુસ્સે ભરાયા હતા અને રાજસ્થાનની ગેહલોત સરકારને આડે હાથે લીધી હતી.નફરત અને વિના વિવાદ ન્યાયનું આ પ્રતિક બનેલા બુલડોઝર દ્વારા મંદિરને જમીન દોસ્ત કરાતા નગરપાલિકાના EO, SDM અને રાજગઢ ધારાસભ્યના વિરોધમાં ફરિયાદ દાખલ કરવાની ધમકી આપવામાં આવી હતી, જો કે સાંજ પડતા આ મુદ્દે FIR નોંધાવવામાં આવી હતી.

આ મુદ્દે BJPના આઇટી ચીફ અમિત માલવીયાએ ટ્વીટ કર્યું હતુ, તેમણે ટ્વીટ કરતાં લખ્યુ કે, કોંગ્રેસનું સેક્યુઅલરિઝમ માત્ર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનું જ છે.રાજસ્થાનના અલવરમાં વિકાસનાં નામે 300 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું છે.આ સિવાય 18 એપ્રિલના રોજ પણ કોઇ પણ નોટિસ આપ્યા વગર પ્રશાસને 85 હિન્દુઓના પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી નાંખ્યુ હતુ.આ બાબતે ભાજપ પ્રદેશાનાં અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું હતુ કે, ભાજપે તેમની 1 ટીમ ઘટના સ્થળે મોકલી છે, જે 3 દિવસમાં આનો રિપોર્ટ આપશે.રાજ્યસભા સાંસદ અને ભાજપના મોટા નેતા કિરોડીલાલ મીણાએ આ કાર્યવાહી પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ભાજપના બોર્ડને કારણે આ ભૂલ થઈ છે.આ મંદિર તોડવાનું નહોતું.

આ સિવાય રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, વિકાસનાં નામે મંદિર પર પ્રહાર કરવો દુખદ કહેવાય, લાગણીઓ સાથે રાહુલ ગાંધી બેન્કની રાજનીતીને પણ આગળ વધારી રહ્યાં છે.

Share Now