આઇ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ

207

વડોદરા,મુજમહુડા પાસે કારમાં બેસીને ક્રિકેટનો સટ્ટો રમાડતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી ૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,મુજમહુડા સર્કલ થી વિશ્વામિત્રી બ્રિજ તરફ જતા રસ્તા પર આવેલા પેટ્રોલપંપની સામે એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની કારમાં કેતન પ્રવિણભાઇ પટેલ (રહે.કલાલી) પોતાની પાસે માસ્ટર આઇ.ડી. રાખી ગુજરાત ટાઇટન્સ તેમજ પંજાબ કિંગ્સની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો છે.હાલમાં તે મુજમહુડા ખાતે બેઠો છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કેતન પટેલ મળી આવ્યો હતો.પોલીસે કેતન પટેલ (રહે.શિવમ શરણમ ડિવાઇન ગેલેક્સીની સામે કલાલી, મૂળ રહે.ગામ ચંદ્રપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે આઇ.ડી.આપનાર દિલ્હીના સુમિત તથા ગ્રાહકો સાથે લેવડ દેવડ કરનાર આરોપી કાલુ ચૂનાવાલા (રહે.વાઘોડિયા) ની શોધખોળ હાથ ધરી છે.પોલીસે તેની પાસેથી રોકડા રૃપિયા ૧,૧૦૦, એક મોબાઇલ ફોન અને કાર મળીને કુલ રૃપિયા ૯.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share Now