મુમ્બ્રામાં દરોડા વખતે મળેલા રૃા.30 કરોડમાંથી પોલીસે 6 કરોડ રૃપિયા ચાઉં કર્યા હોવાનો આરોપ

158

મુંબઇ : મુમ્બ્રામાં એક ઘરમાં છાપા દરમિયાન મળેલા ૩૦ કરોડ રૃપિયામાંથી પોલીસે ૬ કરોડ રૃપિયા તફડાવી લીધા હોવાનો આરોપ કરાતા સનસનાટી ફેલાઈ ગઇ છે.વસૂલીનો આરોપ કરતો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.આ બાબતે પોલીસ કમિશનરે તપાસનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ પ્રકરણે સીસીટીવી ફૂટેજની પણ તપાસણી થઇ રહી છે.

મુમ્બ્રા સ્થિત બૉમ્બે કોલોનીમાં એક શખસના ઘરે ૧૨ એપ્રિલના રાતે મુમ્બ્રા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ અધિકારી, કર્મચારી, ખાનગી વ્યક્તિ સાથે છાપો માર્યો હતો.દરમિયાન ઘરમાં ૩૦ કરોડ રૃપિયા મળી આવ્યાહતા.તેઓ આ પૈસા પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.આ શખસને પોલીસે ધમકી આપી હતી.તેને અમૂક રકમ આપવાની માગણી પોલીસે કરી હતી.આથી પોલીસના દબાણને લીધે તે બે કરોડ રૃપિયા આપવા તૈયાર થઇ ગયોહતો.બાદમાં પોલીસે તેને ૨૪ કરોડ રૃપિયા જ પાછા આપ્યા હતા.

પોલીસે છ કરોડ રૃપિયા તફડાવી લીધા હતા.આ શખસે આટલી રકમ લઇ લેવા બદલ પોલીસને સવાલ પૂછ્યો હતો ત્યારે પોલીસે તેને ધક્કે ચઢાવી બહાર કાઢી મૂક્યો હોવાનો પત્રમાં આરોપ કરાયો હતો.છ કરોડ રૃપિયાની લૂંટ બદલ સંબંધિત પોલીસ અને અન્ય સામે કેસ નોંધવાની માગણી કરવામાં આવી હતી.આ રકમને લઇન પોલીસ અને અન્ય એક વ્યક્તિ વચ્ચે વિવાદ પણ થયોહોવાનું કહેવાય છે.

થાણેના સિનિયર પોલીસ ઓફિસર આ મામલાની તપાસ શરૃ કરી છે.મુમ્બ્રા પોલીસ સ્ટેશનની સીસીટીવી ફૂટેજની પણ તપાસણી થઇ રહી છે.આ પત્ર અને એમાં કરાયેલા આરોપ સત્ય છે કે કેમ એની તપાસ થઇ રહી છે.પોલીસ તપાસમાં દોષી પુરવાર થશે તો સંબંધિત વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવશે એમ થાણેના સિનિયર પોલીસ અધિકારીએ કહ્યુ ંહતું.

Share Now