શિક્ષણ સમિતિની સ્કૂલના વિદ્યાર્થીની બેગમાંથી હુક્કાના ફ્લેવર મળ્યા

143

સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉન અને ભેસ્તાનની શાળામાં વિદ્યાથીઓની સ્કૂલ બેગ માંથી એપ્રિલ માસમાં વા ષક પરીક્ષા ચાલતી હતી તે દરમિયાન હુક્કામાં ઉપયોગમાં આવતા ફ્લેવર્ડ મળી આવ્યા હતા.શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ જણાવ્યું કે,કેટલાક લોકોએ બાતમી આપી હતી કે શાળાના વિદ્યાથીઓની બેગમાં નશાના પદાથી હોય છે.શાળામાં જઇ તપાસ કરતા એક વિદ્યાથી બેગમાંથી હુક્કામાં ઉપયોગમાં આવતા ફ્લેવર મળ્યા હતા.એપ્રિલની ઘટના વેકેશનમાં જાહેર કરવા અંગે તેમણે કહ્યું કે,આ સમગ્ર પ્રકરણ પાછળ કોણ છે ?તેના જડ સુધી પહોંચવા પ્રયાસ હતો.આ ઉપરાંત વાલી અને માહિતી આપનાર પણ તેમને ઘટના જાહેર ન કરવા માટે વિનંતી કરી હતી.ઉપરાંત ઘટના જાહેર થાય તો સમિતિની શાળા ની આબરૂ પણ જાય તેમ હોવાથી માહિતી જાહેર કરી ન હતી.પણ હાલ વાત લીક થઇ છે તેથી જાહેર કરવી પડી છે.

તેઓએ વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે ઉન અને ભેસ્તાનની કેટલીક શાળાઓમાં શાળા સમય બાદ અસમાજિક તત્વો અડ્ડો જમાવી નશો કરે છે.સિક્યુરિટી ગાર્ડ નબળો હોવાથી તેઓ આવા તત્વોને રોકી શકતા નથી.આ અંગે શિક્ષણ સમિતિને લેખિત જાણ કરી છે,સીસી કેમેરા મુકવા પણ માંગ કરી છે.વિપક્ષી સભ્યના ગંભીર વાત અંગે પોલીસે તપાસ કરી કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગણી થઇ શાસનાધિકારી વિમલ દેસાઈએ જણાવ્યું હતું કે,આવા પ્રકારની કોઈ ઘટના બની નથી.એટલું જ નહીં પરંતુ આવી ઘટના અંગે તેમને લેખિત કે મૌખિક જાણ કરવામા આવી નથી.આ આક્ષેપ કરવામાં હતો.આવી રહ્યાં છે તે વાતમાં કોઈ તથ્ય નથી.સમિતિના અધ્યક્ષનો ફોન રાબેતા મુજબ નો-રિપ્લાય આ અંગે હકીકત જાણવા માટે શિક્ષણ સમિતિ અધ્યક્ષ ધનેશ શાહનો સંપર્ક સાધવા માટેનો પ્રયાસ કયી હતો.પરંતુ દર વખતની જેમ નો રિપ્લાય અવ્યો હતો

Share Now