અલથાણના યુવાનનું રાજસ્થાનમાં મોત અને પીએમ માટે સુરત લવાતા પોલીસ મુઝવણમાં

122

સુરત : અલથાણામાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા યુવાનને રાજસ્થાનની હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા બાદમાં તેનો મૃતદેહને પીએમ માટે સુરત નવી સિવિલમાં લાવ્યા હતા.જોકે,રાજસ્થાનમાં મોત થયુ હોવાથી ખટોદરા પોલીસ મુઝવણમાં મુકાતા તેનું પીએમ મોડું થતા પરિવાર અને સંબંધીઓ હાલાકી વેઠવી પડી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ અલથાણ ખાતે સોમનાથ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષનો મહેશ ગોરધનભાઇ સોલંકી થોડા દિવસ પહેલા પરિવારના સભ્યો સાથે રાજસ્થાન ફરવા ગયો હતો.શનિવારે બપોરે રાજસ્થાનના પોખરણ ખાતે મંદિર પાસે અચાનક છાતીમાં દુઃખાવો અને ઉલ્ટી થતા પરિવારજનો નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.બાદમાં રવિવારે સવારે પરિવારના સભ્યો નવી સિવિલમાં લાવ્યા હતા.જેથી ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે,મહેશ રાજસ્થાનની હોસ્પિટલમાં મૃત જાહેર કર્યો હોવાથી પોલીસ મુઝવણમાં મુકાઇ હતી.

પોલીસે તેમના સંબંધી કહ્યુ કે,પોસ્ટમોર્ટમ અહી કંઇ રીતે થઇ શકે? જવાબમાં પરિવારના સભ્યો કહ્યુ કે રાજસ્થાની હોસ્પિટલના સ્ટાફ કે ડોકટરે એમને પીએમ કરાવવા કહ્યુ ન હતુ.પોલીસ મુઝવણમાં હોવાથી તેનું પીએમ છેક સાંજે કરવામાં આવ્યુ હતુ.પીએમ સવારના બદલે છેક સાંજે થવાથી મૃતકના પરિવારજનો તથા સંબંધીઓ આખો દિવસ સુધી પીએમ રૃમ પર બેસી રહ્યા હતા અને હાલાકી વેઠવી પડી હતી.નોધનીય છે કે,મહેશ મુળ ભરૃચના વતની હતા.તેમને બે સંતાન છે.તે સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમમાં ફરજ બજાવતા હતા.તેના પિતા ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં ફરજ બજાવે છે.આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Share Now