સુરત : તા.21 જૂન 2022,મંગળવાર : સુરતના ગત રાત્રે થી મહારાષ્ટ્ર સરકારના 35 જેટલા ધારાસભ્યો સુરતની હોટેલમાં રોકાયા છે.આ નારાજ ધારાસભ્યોને મનાવવા ઉદ્ધવ ઠાકરેના એકદમ નજીકના ગણાતા નેતા મિલિંદ નારવેકર અને રવિન્દ્ર ફાટક સુરત પહોંચ્યા હતા.તેમણે સુરતમાં એકનાથ શિંદે ખાતે મિટિંગ શરૂ કરી હતી.
સુરતમાં રોકાયેલા 35 જેટલા નારાજ સભ્યો ને લઈને સમગ્ર મહારાષ્ટ્ર માં ઉથલપાથલ થઈ ગઈ છે.સવારથી જ નારાજ નેતાઓ ને મનાવવા શિવસેના દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.અંતે ઉદ્ધવ ઠાકરે ના ખાસ ગણાતા મિલિંદ નારવેકર અને રવિન્દ્ર ફાટક સુરત પહોંચ્યા છે.રવિન્દ્ર ફાટક જાતે ડ્રાઇવ કરીને બાય રોડ સુરત પહોંચ્યા હતા.જો કે હવે ઉદ્ધવ ઠાકરેના વિરુદ્ધમાં કે સમર્થમાં સમજવા આવ્યા તેની પર સૌ કોઈની નજર છે.કેમકે મિલિંદ નારવેકાર ઉદ્ધવ ઠાકરેના અંગત સલાહકાર પણ મનાય છે.મિલિંદ નારવેકર સુરત આવતા મહારાષ્ટ્ર સરકારની પણ ચિંતા વધી છે.મિલિંદ નારવેકર ઉદ્ધવ ઠાકરે સરકારની ચિંતા વધારશે કે ઘટાડો કરશે તેની પર દારોમદાર રહેલો છે.