શ્રી માતંગી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આદિવાસી બાળકોને સ્કૂલને લગતી સામગ્રીનું વિતરણ કરાયું

214

શ્રી માતંગી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ દ્વારા પ્રીતમભાઈ ભીખાલાલ પરીખ પરિવારના મેહુલભાઈ તથા જયેશભાઈ સહયોગથી નેશનલ પાર્કમાં આદિવાસી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને લોંગ બુક,કંપાસ,બોલપેન,મેજિક સેટ અને સ્કેચ પેનનું વિતરણ તારીખ 16-06-2022 ને ગુરૂવારે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુંબઈ માતંગી સેવા સમાજ ટ્રસ્ટના શૈલેષભાઈ શાહ ( મેનેજીંગ ટ્રસ્ટી) તથા પ્રદીપભાઈ વોરા (ચેરમેન ટ્રસ્ટી) આ ઉપરાંત કમિટી મેમ્બર કિશોરભાઈ પરીખ,જયેન્દ્રભાઈ શાહ,પિયુષભાઈ શાહ,ચંદ્રેશભાઈ દાણી,કલ્પેશભાઈ શાહ,યોગેશભાઈ વોરા,હસમુખભાઈ નોતરિયા તથા અન્ય માઇ ભક્તો અને સમાજના સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

શ્રી માતંગી સેવા ટ્રસ્ટ મુંબઈ દ્વારા દર વર્ષે સંખ્યાબંધ સામાજિક કાર્યકમો યોજવામાં આવે છે જેમાં કોરોના કાળ દરમ્યાન પણ ટ્રસ્ટે આર્થિક રીતે કમજોર પરિવારોને અલગ અલગ પ્રકારે સહાયતા કરી હતી.શ્રી મુંબઈ માતંગી સેવા સમાજ ટ્રસ્ટ સમાજલક્ષી કાર્યોમાં હંમેશા આગળ પડતું રહ્યું છે.આર્થિક સહાય ઉપરાંત સમાજના વિધાર્થીઓને પણ આર્થિક સહાય અને સ્કૂલને લગતા સાધનો દર વર્ષે આપવામાં આવે છે જે અંતગર્ત ગત ગરૂવારે શાળામાં ભણતા બાળકોને લોગ બુક સહીતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share Now