દિવંગત શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાના બોલિવુડ કનેક્શન વિશે જાણો

144

– ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મએ બોક્સઓફિસ પર પોતાના બજેટ કરતાં 10 ગણો વધારે, આશરે 102 કરોડનો બિઝનેસ કર્યો હતો

મુંબઈ, તા. 14 ઓગષ્ટ 2022, રવિવાર : શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું છે.મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા તેમના મૃત્યુની પષ્ટિ કરવામાં આવી છે.તેમને 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ગઈકાલે ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ભારતના વોરેન બફેટ તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા માત્ર શેર માર્કેટના જ કિંગ નહોતા પરંતુ તેમને બોલિવુડ સાથે પણ એક ખાસ કનેક્શન હતું.

જાણો શું હતું એ કનેક્શન

રાકેશ ઝુનઝુનવાલાને શેર માર્કેટ ઉપરાંત ફિલ્મોનો પણ ખૂબ જ શોખ હતો. આ કારણે તેમણે બોલિવુડની અનેક ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો.તેમણે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’, ‘શમિતાભ’ તથા ‘કી એન્ડ કા’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરી હતી.

રાકેશ ઝુનઝુનવાલાએ 2012માં આવેલી શ્રીદેવી સ્ટારર ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ને પ્રોડ્યુસ કરી હતી.તે ફિલ્મનું બજેટ આશરે 10 કરોડ રૂપિયાનું હતું.તે ફિલ્મએ બોક્સઓફિસ પર પોતાના બજેટ કરતાં 10 ગણો વધારે,આશરે 102 કરોડનો બિઝનેસ કર્યો હતો.ત્યાર બાદ તેમણે ‘શમિતાભ’ અને ‘કી એન્ડ કા’ને પણ પ્રોડ્યુસ કરી હતી.

અમિતાભ બચ્ચન,ધનુષ તથા અક્ષરા હાસનની ફિલ્મ ‘શમિતાભ’ને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.જ્યારે કરીના કપૂર તથા અર્જુન કપૂરની ફિલ્મ ‘કી એન્ડ કા’એ થિયેટર્સમાં સારૂં એવું પ્રદર્શન આપ્યું હતું.તે ફિલ્મને આશરે 100 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મળ્યું હતું.

Share Now