– લગભગ ૨૫ વર્ષ પહેલાં મૃત્યુ પામેલાં પ્રિન્સેસ ડાયનાએ ઑગસ્ટ ૧૯૮૫થી લગભગ ત્રણ વર્ષ સુધી બ્લૅક ફોર્ડ એસ્કોર્ટ આરએસ ટર્બો ચલાવી હતી
સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી એક કાર હરાજીમાં ૬.૫૦ લાખ પાઉન્ડ (૬.૧૦ કરોડ રૂપિયા)માં વેચાઈ છે.લગભગ ૨૫ વર્ષ પહેલાં મૃત્યુ પામેલાં પ્રિન્સેસ ડાયનાએ ઑગસ્ટ ૧૯૮૫થી લગભગ ત્રણ વર્ષ સુધી બ્લૅક ફોર્ડ એસ્કોર્ટ આરએસ ટર્બો ચલાવી હતી.આ કારનો રજિસ્ટ્રેશન-નંબર C462FHK છે.આખરે સિલ્વરસ્ટોન ઑક્શન્સ દ્વારા ચેશર કાઉન્ટીમાં એક ખરીદનારને વેચી દેવામાં આવી હતી.