દેશની ટોપ થિન્ક ટેન્ક, સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR) ખાતે ITના દરોડા

146

– ભાજપ સરકારના ટોચના ટીકાકાર અને શિક્ષણવિદ પ્રતાપ ભાનુ મેહતા એક સમયે આ સેન્ટરના પ્રમુખ રહી ચુક્યા છે

નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2022, બુધવાર : આવકવેરા વિભાગે આજ સવારથી મેગા ઓપરેશન હાથ ધર્યું છે અને 7થી વધારે રાજ્યોમાં 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે.સવારના સમયે દિલ્હી,ઉત્તર પ્રદેશ, રાજસ્થાન,મધ્ય પ્રદેશ,છત્તીસગઢ,ઉત્તરાખંડ,હરિયાણા અને ગુજરાતમાં અનેક સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે હવે દેશની ટોપ થિન્ક ટેન્ક ગણાતા સેન્ટર ફોર પોલિસી રિસર્ચના પરિસરમાં પણ દરોડો પાડવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ સીપીઆર ખાતેની કાર્યવાહી હરિયાણા,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાડવામાં આવેલી દરોડાની કામગીરી સાથે સંબંધ ધરાવે છે.આવકવેરા વિભાગે અનેક સ્થળોએ 20થી વધુ રજિસ્ટ્રેડ પરંતુ માન્યતા ન ધરાવતા હોય તેવા રાજકીય પક્ષોને ફન્ડિંગ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપ સરકારના ટોચના ટીકાકાર અને શિક્ષણવિદ પ્રતાપ ભાનુ મેહતા એક સમયે આ સેન્ટરના પ્રમુખ રહી ચુક્યા છે.હાલ મીનાક્ષી ગોપીનાથ CPRના ગવર્નીંગ બોર્ડના ચેરપર્સન છે.પોલીટીકલ સાયન્ટીસ્ટ ગોપીનાથ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં ભણાવતા હતા અને નવી દિલ્હીમાં લેડી શ્રીરામ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ રહી ચુક્યા છે.યામિની ઐય્યર CPRમાં પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ છે.

સેન્ટર ફોર પોલિસી રીસર્ચના ગવર્નીંગ બોર્ડમાં કેવી કેવી હસ્તીઓ છે?

– મીનાક્ષી ગોપીનાથ : દેશની સૌથી પ્રસિદ્ધ કોલેજોમાંથી એક એવી લેડી શ્રી રામ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ એવા ગોપીનાથ પદ્મશ્રી મેળવી ચુક્યા છે.તે એક પ્રસિદ્ધ લેખિકા અને પોલીટીકલ સાયન્ટીસ્ટ છે.

– સુબોધ ભાર્ગવ: CIIના પૂર્વ અધ્યક્ષ, ટાટા કોમ્યુનિકેશન, TRF અને ગ્લેકસો જેવી કંપનીના પૂર્વ ચેરમેન

– શ્યામ શરન: ભારતના પૂર્વ વિદેશ સચિવ

– રમા બીજાપુરકર : IIM અમદાવાદના ફેકલ્ટી મેમ્બર અને દેશના સૌથી મોટા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

– શ્યામ દિવાન: સુપ્રીમ કોર્ટના સીનીયર એડવોકેટ

– રાકેશ ભારતી મિત્તલ: ભારતી એરટેલ જૂથની ભારતી એન્ટરપ્રાઈઝના ચેરમેન

– રોહિત ભસીન: ટેક્સ અને મેનેજમેન્ટ એડવાઈઝરી કંપની PwCના પૂર્વ ડીરેક્ટર

– ચંદ્રશેખર દાસગુપ્તા: ભારત સરકારના એક સમયના રાજદૂત

– વિનીતા બાલી: બિસ્કીટ બનાવતી દેશની અગ્રણી કંપની બ્રિટાનીયાના પૂર્વ મેનેજીંગ ડીરેક્ટર

Share Now